________________
પહેલે ભીમદેવ
૧૨૩
હતે; ત્યાં તેણે પ્રતિનિધિ ડામરના માણસને વેષ લીધો હતો, પણ આ સાહસિક કૃત્યનું કાંઈ ફળ થયું હોય એમ જણાતું નથી. એક બીજી વેળાએ એવો બનાવ બન્યો હતો કે, ધારાનગરીના દરવાજાની પાસે, ભેજની કુલદેવીની પૂજા કરવા તે ગયે હતું, તેવામાં, ગૂજરાતના ઘોડેશ્વારે જે તેના રાજ્યમાં એટલા બધા આગળ પેશી ગયા હતા કે તેઓએ તેને લગભગ પકડીને કેદ કર્યો હોત એ અવસર આવ્યો હતો. આ બન્ને રાજાઓ પોતપોતાના આખા રાજકારભારની વેળામાં એક બીજાના સામાં હતા એમ ખુલ્લું દીસી આવે છે.
દેલવાડા અથવા આબુ પર્વતની સપાટ ભૂમિ ઉપર દેવાલયોને જે પ્રદેશ કહેવાય છે તેમાં શ્રાવક લોકોનાં આરસપહાણનાં દેરાસરે છે. તેમાંનું એક અતિ ભવ્ય છે; તે ઉપર લેખ લેતાં, સન ૧૦૩૨ (સં. ૧૦૮૮)માં વિમળશાહે બંધાવ્યું હતું. આખ્યાયિકામાં લખ્યા પ્રમાણે, એ ઠેકાણે શિવ અને વિષ્ણુનાં દેવાલય હતાં, પણ વિમળશાહે આબુ ઉપરની બીજી જગ્યા પસંદ કરવાને બદલે આ જગ્યા પસંદ કરી, અને તેના ધર્મને જય થવા સારું લક્ષ્મીને તેણે આશ્રય લઈ બાંધવા ધારેલાં પવિત્ર દેરાસરે સારું જેટલી જગ્યા જોઈએ તેટલી જગ્યા ઉપર પથરાઈ રહે એટલા રૂપિયા આપવાનું સાટું કર્યું. આ તેની માગણી સ્વીકારાઈ; પણ આ શાસ્ત્રાનુસાર દેવતાઓને પવિત્ર સ્થાને આદિનાથની પહેલ વેકી જ સ્થાપના થઈ. આ વેળાએ અચળેશ્વરને કિલ્લે જે રાજાના કબજામાં હતા તે રાજાનું નામ ઠંડુરાજ પરમાર હતું, તે અગ્નિકુંડમાંથી પ્રકટ થયેલા ક્ષત્રીના વંશમાંથી થયેલા કાન્હડદેવને ત્યાં જન્મ્યો હતો. ઠંડુરાજની ચંદ્રાવતીપુરી હતી, તેનાં ખંડેર હજી સુધી છે. આપણે જોયું કે એના પૂર્વજોએ અણહિલવાડના રાજા- . એનું અધિપતિપણું માન્ય કર્યું હતું, પણ લેખમાં લખ્યું છે કે ઠંડુરાજે ભીમદેવની ચાકરી છોડી દીધી હતી અને ભેજની સાથે મિત્રાઈ કરી હતી. આ કારણ માટે ગૂજરાતના રાજાએ વિમળશાહને દંડપતિને અધિકાર આપીને આબુ ઉપર મોકલ્યો. અને તે આ અધિકાર ઉપર હતા તેવામાં જ અંબાભવાની માતાએ રાત્રે સ્વમમાં તેને દેખા દીધી અને યુગાદિનાથનું દેરાસર બાંધવાની આજ્ઞા કરી.
૧ એને વિમલવસહિ એટલે વિમલશાહનાં દેરાં કે દેલવાડાનાં દેરાં કહે છે.
૨ આબુ ઉપર ધજુક રાજા રાજ્ય કરતે હતો. એણે ભીમદેવની હુકુમત કબુલ કરી હતી અને તે એને ઉમરાવ બન્યો હતો તેથી સાબુના પરમારની પ્રસિદ્ધ બહુ કમી થઈ ગઈ હતી. (ધાર રાજ્યને ઇતિહાસ, પૃ. ૩૭.) ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com