SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - - - એકવીશ ભવને નેહસંબંધ - - - - --- ધિન-સ્વતંત્ર હવા છતાં પ્રમાદપણે પંચમહાવ્રત દૂષિત ક્ય તેનું જ આ ફલ છે. અથવા તો આનાથી અધિકવિબના આગામી ભવમાં એ પંચવ્રતને મલીન કરવાથી હું સહન કરીશ. વળી આ ભવમાં પણ હવે હું જીનેશ્વર, ભગવાનનું દર્શન કરી શકીશ નહિ, પંજરમાં પૂરાયેલ. પોપટ આ પ્રમાણે અધિકાધિક પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હા ! ઐહિક શેક કરવાથી શું ? હે આત્મા ! શેકને. ત્યાગ કર, શેકથી અનેક પ્રકારે કર્મ બંધન થાય છે માટે હવે જીનદશન વિના મારે ખાવું કશે નહિ ને છનદર્શને હવે થશે નહિ જેથી મારે અનશન કરવું ઠીક છે.'' એમ વિચારી એ વૈર્યવાન અને શાની પિપટે અનશન અંગીકાર કર્યું, પંચ પરમેષિમંત્રને સ્મરણ કરવા લાગે, એ નવકારના ધ્યાનમાં અનુક્રમે પાંચ દિવસ વ્યતીત કરી અનશનના પ્રભાવે સૌધર્મકલ્પમાં મહાન દેવ થયે સુલોચના પણ એ શુકના દુ:ખથી દુઃખિત થયેલી શુકની પહાવાડે અનશન અંગીકાર કરી મૃત્યુ પામી. એ દેવની દેવીપણે ઉત્પન્ન થઈ ત્યાં બન્ને વિષયસુખને ભોગવતાં દેવભવ સફલ કરવા લાગ્યાં. દેવભવનું આયુષ્ય પૂર્ણ થતાં એ દેવ સૌધર્મ દેવલોકમાંથી ઍવીને તું શંખરાજ થયો અને સુલોચના જે દેવી થયેલી તે ત્યાંથી વીને કલાવતી થઈ પરભવમાં તારી પાંખે છેદી નાખી તે રને બદલે આ ભવમાં તે તેના બંને હાથ છેદી નાખ્યા.” ગુરૂના મુખથી પોતાના પરભવ સંબંધી વૃત્તાંતને જાણી વૈરાગ્યને અધિક ભાવતાં તે રાજા રાણીએ દીક્ષાની પ્રાર્થના કરી, “હે ભગવન! આ ભવનાટકમાંથી ઉદ્ધાર. કરનારી અમને દીક્ષા આપે.” “તમારે જેવાં જ્ઞાનવાનને એમ કરવું તે યુક્ત છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy