________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મરૂપી ધન હારી ગયો. છતાં આજે તિર્થ ભાવમાં પણ મને ત્રિજગત સ્વામી જીનેશ્વર ભગવાનું દર્શન થયું એટલું મારું પુણ્ય હજી જાગ્રત છે તે હવે હે ભગવન! તમારે દર્શન કર્યા વગર હું ભેજનને ગ્રહણ કરીશ નહિ.” પોપટ એ પ્રમાણે મનમાં વિચાર કરી સ્વયમેવ નિશ્ચય કર્યોતિર્યચભવના પરાધીનપણાની પિતે નિંદા કરવા લાગ્યો.
સુચના પણ જીનેશ્વર ભગવાનને નમી સ્તુતિ કરી. પોપટનું પાંજરું લઇને પિતાના સ્થાને ચાલી ગઈ. બીજે દિવસે રાજકુમારીએ પાંજરામાંથી કાઢીને શુકને માટે સ્વાદિષ્ટ ફળ ખાવા માટે તૈયાર કર્યા. તે દરમિયાન નમે. અરિહંતાણું બોલતો પિપટ આકાશમાં ઉડી ગયો, તે જીનેશ્વરને નમવાને બાહા ઉધાનમાં ચાલ્યા ગયે ત્યાં ભક્તિપૂર્વક જીનેશ્વરને નમીને ફલ આહાર કરતો ઉદ્યાનમાં રમવા લાગ્યો, પરાધીનપણથી મુક્ત થયેલા એ પંખીના આનંદમાં અત્યારે શી કમીના હતી ?
પોપટના ઉડી જવાને રાજબાળા આઠંદ કરતી ખુબ વિલાપ કરવા લાગી. રાજબાળાની શાંતિ માટે રાજાએ બુદ્ધિમાન સુભાને મોકલી કુસુમાકર ઉદ્યાનમાં એ પોપટને પકડી મંગાવ્યા. પકડાયેલા એ પિપટને રાજાએ રાજબાળાને આપો. રાજબાળાએ પોપટને પકડીને ક્રોધથી એની પાંખે છેદી નાખી. “મને છેતરીને નાશી જવાનું ફલ તુ ભગવ,હવે તારાથી ક્યાંય જવાશે નહિ સમજેએમ કહીને કારાગારની માફક પોપટને પાંજરામાં પૂરી દીધે. પિપટ પણ મનમાં પશ્ચાત્તાપ કરતો વિચાર કરવા લાગે. હાય! ધિગ! આવી પરાધીનતાને ધિક્કાર થાઓ.”
પિંજરામાં પડેલો પોપટ દુ:ખી થયે છતાં વિચાર અને પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “અરે! ભવાંતરમાં સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com