________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
તેને ખવરાવવા લાગી. દુધ અને સાકર વડે યુક્ત પાણી પીવરાવતી એ એ પોપટ રાજબાળાને પ્રાણથી પણ અધિક પ્રિય થઈ પડ્યો. એ પોપટ વગર એને ચેન પડતું નહિ, ઘણીકવાર પોતાના ખોળામાં બેસાડી પિપટને રમાહતી હતી, પોપટ પણ અનેક નવીન લોક સંભળાવી કુમારીને રાજી કરતું હતું,
એક દિવસે સુલોચના પોતાની સખીઓની સાથે પિપટને લઈને કુસુમાકર નામના વનમાં આવી, એ કુસુમાકર ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાનનું ચૈત્ય જેઈ બહુ જ ખુશી થઈ જીનમંદિરમાં પ્રવેશ કરી રાજબાળાએ શ્રી સીમંધર સ્વામીની અતિ આનંદપૂર્વક સ્તુતિ કરી. તે સમયે પેલો પોપટ પણ જીનેશ્વરના બિંબને જોઈ વિચાર કરવા લાગ્યો. “મેં ક્યાંક આવું જોયું છે. પૂર્વની ભૂલાઈ ગયેલી યાદશક્તિને તાછ કરતે હેય તેમ ખુબ એકાગ્રતા પૂર્વક વિચાર કરતાં પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવને પ્રત્યક્ષ જોનાર એ જાતિસ્મરણ જ્ઞાનથી પિપટે શું જોયું ? “ “એહ! પાછળના ભવમાં અનેક શાસ્ત્રોને ભણાવી તેમજ ભણાવવામાં સાવધાન પંડિતને વિશે શિરેમણિ એવો હું સાધુ હતું. પરંતુ પુસ્તક અને ઉપધિ સંગ્રહ કરવામાં તત્પર રહી સંયમની શુદ્ધ ક્રિયામાં શિથિલ થયે, એ ભવમાં એવી રીતે કંઈક વ્રતની વિરાધના અને કંઇક માયાને આચરતો ત્યાંથી કાળ કરીને આ ભવમાં હું શુક‘પણે ઉત્પન્ન થયે. પૂર્વ ભવમાં હું જ્ઞાની હોવાથી આ ભવમાં શુકની યોનીમાં પણ મને જ્ઞાન થયું. પણ હા ! ધિરા! જ્ઞાનરૂપી દીપક મારા હાથમાં પ્રગટ રહેલો છતાં મેહથી અંધ બનીને પુસ્તક અને ઉપધિમાં મુંઝાઈને સંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com