________________
૨૮
=
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાણી સાંભળીને રાજાએ તેને ન્યાલ કરી દીધો. અવસરને યોગ્ય ગુરૂમહારાજનું આવાગમને જાણીને રાજા બહુ ખુશી થ, મહા આડંબરપૂર્વક પરિવાર સહિત સંયમની ભાવનાવાળો રાજા પ્રિયા સાથે ગુરૂમહારાજને વંદન કરવાને નંદનવનમાં આવ્યો. પાંચ અભિગમ સાચવીને ગુરૂને નમસ્કાર-વંદના કરી મંત્રી સામંત આદિ પરિવાર સહિત રાજાએ સમયને ઉચિત એવી ગુરૂની દેશના શ્રવણ કરી, રાજારાણીની સંયમ ભાવનાને જ્ઞાનથી જાણનાર ગુરૂ અવસરને ઉચિત કરવાનું ન ભૂલે. - દેશનાને અંતે રાજાએ પ્રશ્ન કર્યો. “ભગવન! કલા
ધતી દેવીએ પૂર્વ ભવને વિશે એવું શું દુષ્કૃત કરેલું કે * નિરપરાધી એવી એ દેવીની બન્ને ભૂજાઓ મેં છેદી નંખાવીઝ - રાજાના પ્રશ્નના જવાબમાં જ્ઞાનવાન એ ગુરૂ મહારાજ બોલ્યા. “રાજન ! પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહેકપુર નગરને વિષે નરવિક્રમ નામે રાજા હતો. તેની પત્રરાણી લીલાવતીને સુચના નામે પુત્રી થઈ. અનુક્રમે તે બાળ કામદેવને કીડા કરવાને ક્રીડાગ્રહ સમાન યૌવન વયમાં આવી. એક દિવસે રાજા સભા ભરીને બેઠે હતા ત્યારે કેઈક પરદેશી પુરૂષે રાજસભામાં આવીને એક પોપટ રાજા આગળ ભેટ ધર્યો, ને એ પિપટના ગુણોનું વર્ણન કરી રાજાને ખુશી કર્યોએ પોપટે પણ અનેક સુભાષિતબ્લોક વડે રાજાને રંજીત કર્યો. પોપટના ગુણેથી પ્રસન્ન થયેલા રાજાએ તે પુરૂષને ખુબ ધન આપીને વિદાય કર્યો
રાજા નરવિકમે એ પોપટ પોતાની પ્રિય રાજકુમારી સુલોચનાને અર્પણ કર્યો. પિપટની ચતુરાઈથી રાજી થયેલી રાજકુમારીએ સુવર્ણનું પીંજર તૈયાર કરાવ્યું તે પ્રક્ષ, દાડમનાં બીજ, અંજીર, આમ્રફળ વગેરે સ્વાદિષ્ટ ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com