________________
૧૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
'હે રાજન! તમે તે શૂરવીર છો માટે સારા કાર્યમાં ઢીલ
ન કરવી. ગુરૂમહારાજે અનુમતિ આપી. - ' પૂર્ણકલશ રાજાએ દીક્ષા મહોત્સવ કરે છે એવા શંખરાજ અને કલાવતીએ ગુરૂમહારાજની પાસે શુભમુહ દીક્ષા ગ્રહણ કરી. ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કરી ગયો,
ગ્રહણ અને આસેવન શિક્ષાથી શિક્ષિત રાજર્ષિએ સારી રીતે શ્રતને અભ્યાસ કર્યો ને શાસ્ત્રને પારગામી થયા. ક્રોધને ત્યાગ કરી ક્ષમા ગુણને ધારણ કરતા પરિપહને સહન કરવા લાગ્યા. ઉપસર્ગને સમયે પણ ઉગને નહિ પામતાં પિતાના સાધુપણામાં અપ્રમત્તપણે રહેવા લાગ્યા, પરભવની સંયમ વિરાધનાને યાદ કરતા તે આ ભવમાં સાવધાનપૂર્વક ચારિત્રની આરાધના કરવા લાગ્યા, જીવદયાની રક્ષા માટે ગમનાગમન પણ યત્ના પૂર્વક કરતા હતા. યત્ના પૂર્વક બોલતા હતા, યતના પૂર્વક બેસતા હતા. આહાર વિહાર પણ યતના પૂર્વક કરતા હતાસાધુપણામાં સર્વ કંઈ તેઓ યતનાપૂર્વક કરતા હતા. એવી રીતે રૂડીપેરે સાધુપણાની સમાચારીનું આરાધન કરતાં શંખરાજર્ષિને કેટલોક કાલ ચાલ્યા ગયે.
દીર્ઘકાલ પર્યંત ચારિત્રની આરાધના કરીને અંત સમયે શંખરાજર્ષિએ દ્રવ્ય અને ભાવ સંલેખના પૂર્વક અનશન અંગીકાર કર્યું. પિતાના પાપકર્મોની નિંદા કરતા ને શુભકરણીને અનુમોદતા શંખરાજર્ષિએ પંચપરમેષ્ટિના ધ્યાનમાં કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મ વિમા“નને વિષે પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. કલાવતી સાધવી પણ સંયમનું નિરતિચારપણે આરાધન કરી અંતે અનશન અંગીકાર કરી કાલ કરીને સૌધર્મ દેવલોકને વિષે પદ્મ વિમાનમાં ઉત્પન્ન થયેલા એજ શંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com