________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જનને ત્યાગ કરવો તેમજ પાંચ સમિતિ અને ત્રણ મુસિ પાળવી એ સાધુનો ધર્મ જાણ. સમ્યક મૂળ બાર વ્રતનું પાલન કરવું એ શ્રાવકને ધર્મ, એ રીતે સાધુ અને શ્રાવક ધર્મ જીનેશ્વર ભગવાને કહેલો છે. એ પ્રમાણે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વને જાણનાર અથવા તે એ ત્રણ તત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યકતી કહેવાય છે. તે સિવાય જ્ઞાન, દર્શન ને ચારિત્ર રૂપી જે મોક્ષમાર્ગ તેની જે શ્રદ્ધા તે પણ સમ્યકત્વ કહેવાય, જીનભાષિત ધર્મનું મૂલ સમ્યકવ કહેવાય, - ચિંતામણીરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષથી અધિક પ્રભા વવાળા સમ્યકત્વ રત્નની જીનેશ્વર ભગવાને પણ મુકત કઠે પ્રશંસા કરે છે, એવા સમ્યકત્વપૂર્વક અાવકના ધર્મને હે ભવ્ય જ ! તમે આરાધો, તમારા આત્માને ભવ સાગથી તારે
જ્ઞાની ગુરૂરાજ અમિત તેજની ધર્મ વાણી સાંભળીને રાજા સહિત સર્વે પર્ષદ પ્રસન્ન થઈ ગઈ મિથ્યાત્વની ગાંઠ જેની ભેદાઈ ગઈ છે એ રાજા મિથ્યાત્વથી રહિત થયે, છતાં ગુરૂને કહેવા લાગ્યા, “હે પ્રત્યે ! અંધકારને નાશ કરનારી, મહદયનું કારણ રત્નત્રયી આપ વખાણું તે વિવેકી જનેએ અચુક આદરવા યોગ્ય છે, પરંતુ પ્રિયા અને અપત્યમાં એહવાલા એવા મારાથી સંસાર દુસ્કાજય છે, માટે મને સમ્યકત્વપૂર્વક શ્રાવકનો ધર્મ આપો.” - શંખરાજની વાણી સાંભળીને ગુરૂએ રાજાને સમ્યકત્વ અથ શ્રાવકેને ધર્મ ઉચરાવ્યોરાજાની સાથે સાણી કથાવતીએ પણ શ્રાવિકા ધર્મ ગ્રહણ કર્યું. તેમને ધર્મમાં સ્થિર કરીને ગુરૂ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. રાજા રાણી પાના સ્થાનકે નંદનવનમાં આવ્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com