________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૮૧
પાક થયા વગર થતી નથી. એ સમ્યકત્વના પ્રભાવથી દેવ ગુરૂ અને ધર્મતત્વ જાણવાની અભિલાષા જાગ્રત થાય છે પ્રાણીઓને એ ત્રણે તત્વાની મેટાભાગ્યે જ પ્રાપ્તિ થાય છે
જરારૂપી રાક્ષસીના પજામાં જયાં લગી સપડાયેલા નથી, મૃત્યુ એ હજી સ` નાશની તૈયારી કરી નથી, ત્યાંસુધીમાં એ ત્રણે તત્વનું આરાધન કરી મનુષ્ય ભવ સલે કરશે. કારણકે...
અહાત ગઇ થાડી રહી, ચેતન અબ તે ચેત, કાળ ઉંદરા કાતરે, ઉત્તમ આયુષ્ય ખેત,” રાગ દ્વેષ કષાય, માહુ અને મિથ્યાત્વના નાશ કરનાર, આડે કર્મને દુગ્ધ કરનાર, લેાકાલેાકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાને કરીને સહિત, ભયરહિત, આયુધ, શસ્ત્ર, અસ્ત્રથી રહિત, શાપ અને અનુગ્રહથી વત, કામ, માહુ નિદ્રા, તા, ભૂખ, તરસ, હાસ્ય, ક્રીડાદ્વિ દાષાથી રહિત, એ અઢાર દાષા રહિત તે દેવતત્વ કહેવાય.
સર્વે પ્રાણીઓને હિતકારી, ગુણગ્રાહી, સત્યપ્રરૂપક, સત્યભાષી, શીલવાન, પરિગ્રહ રહિત, શત્રુ અને મિત્ર, લાહુ અને કાંચન, સ્ત્રી અને તૃણ, સુખ અને દુ:ખ એ બધામાં મધ્યસ્થવૃત્તિવાળા ગુરૂઓ, જીનેશ્વરની આજ્ઞાના આરાધક કહેવાય છે. તેમજ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવતાર, નક અને ચાંદીને તૃણવત્ ગણનાર, પાપના લેશ પણ પરિચયથી દૂર રહેનાર, છત્રીશ ગુણાને ધારણ કરનાર સારા ચારિત્રયાન, સ્વ અને પર શાસ્ત્રના જાણનાર, જીતેઘરના માર્ગના પ્રરૂપક, સાધુના સત્તાવીશ ગુણે કરીને ચુક્ત એવા ગુરૂ આરાધવા યાગ્ય જાણવા,
જીનેશ્વર ભગવાને ધમ એ પ્રકારના કહ્યો છે–સાધુ મ અને શ્રાવકધર્મ, પચ મહાવ્રતનું પાલન કરવું અને રાત્રી
ૐ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com