SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ : - = = એકવીશ ભવને સ્નેહસંબંધ પોતે અપરાધ કરીને પછી નિરપરાધી દેવ ઉપર કેપ કરો એ તે કયાંને ન્યાય? કપિલ ! જગતમાં પણ એવો માનવી સ્વભાવ જ છે કે કઈ પણ કાર્ય સારું થયું હોય તો તેને જશ પોતે લઈ લે છે અને જે બગડી જાય કે એમાંથી કોઈ ઉત્પાત થાય તે તેના દોષનો ટોપલો મનુષ્ય દેવ ઉપર નાખે છે. એ તે કાંઈ ન્યાય ? હા ! હા! પણ આ મારૂં કૃત્ય તો અક્ષમ્ય છે. ક્યાં જાઉ? શું કરું? શૌચધર્મથી પવિત્ર એવા મારી આ દશા ! કેવી બૂરી દશા ?” કપિલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ એ તારા શૌચ ધર્મને તું હજીય માને છે? બાહ્ય શૌચથી જે પવિત્ર થવાતું હેય-પાપ રહિત થવાતું હોય તે નદી કે તલાવમાં માછલાં કે દેડકાં ઘણુંય હાય છે. તારા વિચાર મુજબ તો એ સિદ્ધાં મોક્ષમાં પહોંચવાં જોઈએ કેમ બને? કુતરાં બિલાડાંય નદીમાં ઘણીવાર સ્નાન કરે છે. એ સ્નાન માત્રથી શરીરની અંદર રહેલું ને આત્માને વળગેલું પાપ જતું નથી. પાપને કાઢવા માટે તો મનની શૌચતા (શુદ્ધતા) વચનની શૌચતા (સત્યવચન)ને કાયાની શૌચતા (બ્રહ્મચર્ય) જોઈએ. બાહ્ય સ્નાન તે અહંકાર તેમજ રાગાદિકને વધારનારું છે કપિલ !? : અરે! અરે ! તમારી વાત હવે સમજાય છે. બાહા શૌચમાં જેમ જેમ વધારે ચુસ્ત થતો ગયો તેમ તેમ હું અશુચિની ભારે ખાઈમાં ઉથલી પડ્યો હવે મારું શું થશે ? હું પવિત્ર પણ શી રીતે થઇ શકીશ.” ધિણ જાતિ કપિલની આંખો હવે બરાબર ઉધડી ગઈ હતી. બધુંય રંધાયા પછી હવે ડહાપણ આવ્યું હતું, સગાં સંબંધીઓએ તને સમજાવ્યો તોય તું સમજ નહી. એમને સ્નેહને ત્યાગ કરી અહી આવ્યું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy