________________
૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરવામાં પાછું ફરીનેય જોયું નથી. જે ભયથી તુ ના હતો તે ભય તો તારી આગળ જ આવી ગયો તે તું જાણી પણ શક્યો નહિ. શેરડીને ફલ નથી દેતાં એ સર્વ સાધારણ બાબત છે. બાળક પણ જાણી શકે એવી વાતની તે અશ્રદ્ધા કરીને વિષ્ટાનું ભક્ષણ કરી તારા આત્માને - અપવિત્ર કર્યો
તમારી વાત બરાબર નથી. મનુષ્ય રહિત દ્વીપમાં વિષ્ટા ક્યાંથી ?”
તું અને હું બને તો છીએ ને? આપણે વિષ્ટા પણ કરીએ છીએ કે નહિ તેને તે જરી વિચાર કર
તે તો કઠીણ છે ને આવિષ્ટા તો ઢીલી પાચી હોય છે
ઘણા દિવસ થવાથી તેમજ સૂર્યની ગરમીથી તે સુકાઈને કઠીણ થઈ જાય..
વણીકની વાણીથી તત્વને સમજેલ કપિલ મિથ્યાઅભિમાનને છોડી માથું કુટવા લાગ્ય, વિલાપ કરતો પિતાના કૃત્યની નિંદા કરવા લાગ્યો “મને ધિક્કાર થાઓ. મેં આ શું કર્યું? અરે ! દુદેવ!તે મારી ઉપર શુ જુલમ : કર્યો છે. આવી ક્રુર મશ્કરી કરી મારી બૂરી દશા કરીશું તુ રાજી થયો? હા ! હા! વિધાતા ! તે ક્યા ભવનું વેર વાર્યું? ત્રણવાર સ્નાન કરી સંધ્યા કરનાર મારા જેવા સર્વોત્તમ નરશ્રેષ્ઠ બ્રાહ્મણની તે આ હાલત કરી! સગાં સંબંધીના સ્નેહને છોડીને શૌચ ધર્મ સાચવવા આવા. એકાંત સ્થળમાં આવ્યો તોએ દુષ્ટ વિધિએ અહીયાં મારી પાસે અશુચિનું ભક્ષણ કરાવી મને નાપાક બનાવ્યા હા! હા,
ધિગુજાતિ કપિલને વિલાપ કરતે જાણી વણીક છે, મિત્ર? હવે જે થયું તે થયું. તે તારા હાથે ભૂલ કરીને પછી તુ દેવને દોષ કેમ આપે છે? જાણી બુઝ, ઇરાદાપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com