________________
એકવીશ ભવને નેહસંબંધ
પ૯
-
-
-
-
--
-
--
-
પણ સ્ત્રી અવધ્યા હોવાથી એને જગલમાં રખડતી મુકી દેવી જેથી તે આપોઆપ મૃત્યુને પામી જશે. રાજાઓને શું ? વિચાર થયો કે તરત જ એને અમલ,
મંત્રીને બેલાવી રાજાએ તરત જ પિતાની હકીકત કહીને એ રાણીને હિંસક પ્રાણીઓને શિકાર થવા જગલમાં છોડી દેવાને હુકમ કર્યો. સમયને જાણનાર મંત્રીએ અત્યારે રાજાને કંઇ પણ શિખામણ ન આપતાં તેમની વાત કબુલ કરી દીધી. નવી રાણીને જંગલમાં છોડવાને બહાને લઈ ગયે ને પિતાના મહેલના ભેંયરામાં ગુપ્તપણે છુપાવી દીધી. એ રડતી નારીને ધીરજ આપી, બુદ્ધિનિધાન મંત્રી રાજા પાસે આવ્યો પોતાના મનને ભાર હવે હલકે થયે હેવાથી રાજા ખુશમીજાજમાં મંત્રીઓ અને સભાસદો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા, મંત્રીએ પણ અવિચારી રાજાનું શલ્ય દૂર થાય તેવી એક રમુજ ભરી કથા કહેવા વિચાર કર્યો
મહારાજ ! આપણા નગરમાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો છે તે આપના જાણવામાં આવ્યું કે ? મંત્રીએ શરૂઆત કરી,
કહી સંભળાવે તે વાર, શી નવાઈની એ વાત છે?” રાજા સહિત અન્ય સભાસદો પણ મંત્રીની વાર્તા સાંભળવાને અધીરા થયા.
આપણું નગરમાં ધન્ય નામે એક શ્રેણી હતો. તેને શ્રીમતી નામની ભાર્યાથી ચાર પુત્રો થયા, ધન, ધનદ, ધર્મ અને સોમ, એ ચારે પુત્રને પરણાવી શેઠે પોતાના ધંધામાં પારંગત કર્યા. એક દિવસ ધન્ય શેઠ બીમાર થયા, એ બીમારીએ ભયંકર રૂપ ધારણ કર્યું, શેઠને મરણકાલ સમીપે આવ્યા, ત્યારે સગાંસંબંધી વગેરે બધાં ભેગાં થયાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com