________________
૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રહિત માત્ર સાદા પાષામાં હોવા છતાં પણ આકર્ષણ થવાથી રાજાએ મંત્રીને પૂછ્યું “આ યુવતી કોણ છે?'.'
પૂર્વે આપે પરણીને તજી દીધેલી વણશેઠની કન્યા અને આપની ધર્મપત્ની છે ?
મંત્રીની વાત સાંભળી રાજાને પશ્ચાત્તાપ થયે “અરે! આવી કુલીન સ્ત્રીને પરણીને મેં તજી દીધી તે સારૂં કર્યું નહિ.”
રાજાએ એ સ્ત્રીને પોતાના અંત:પુરમાં તેડાવી, રાજકાર્યથી પરવારી નિશા સમયે રાજા વહેલા વહેલા નવી પત્નીના મહેલે ગયો, નવીન નવોઢા પત્નીને જોતાં રાજાએ કહ્યું. “પ્રિયે! પરણીને મેં તને તજી દીધી એ મારો અ૫રાધ માફ કરજે. રાજાની લાગણી જાણી રાણી બોલી.
મહારાજ ! એમાં આપને શું દોષ? મારા પરભવનાં પાપ, કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો નહિ. પિતાના દેષને જનારી રાણીને જાણી રાજા મનમાં ખુશી થ.
એ નવોઢા નારીએ પરણ્યા પછીની પહેલી રાત્રી આજે જ રાજા સાથે સુખમાં વ્યતીત કરી. રાજાએ શરમને મુકાવી એટલે રતિકલામાં પ્રવિણ એ નારીએ શરમને તજી કામકલાની અનેક કુશળતાઓ બતાવી-પ્રગટ કરી. રાજાને ખુબ રછત કર્યો. પાપને લીધે જગતમાં કઈ વખતે ગુણ પણ દોષને માટે થાય છે એ નિયમને અનુસરીને કામકળામાં આ નારીની અપૂર્વ ચતુરાઈ જાણી રાજાના મનમાં સહેજ શંકા થઈ આવી. “ભેગ વિલાસ ભેગવ્યા વગર ભલા આ સ્ત્રી આવું કૌશલ્ય શી રીતે જાણી શકે ? નક્કી આ નારી જારી વિજારી રમનારી છે. શંકાને વશ થયેલા રાજાએ તરત જ મારી નાંખવાને વિચાર કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com