________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમના આગ્રહથી શેઠે પુત્રોને શિખામણ દીધી.” તમે ચારે ભાઈ સંપીને રહેજે, નાના મોટાની મર્યાદા સાચવીને રહેશે તો કલેશને સંભવ નહી રહે છતાંય જે જુદા થાઓ તો આ ખંડની ચારે દિશાએ (ખુણે) ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે લઈ લેવા. તે પછી ધન્યશેઠ મૃત્યુ પામી ગયા, તેમની ઉત્તર ક્રિયા કરી કેટલાક સમય તેઓ સંપીને રહ્યા પણ સ્ત્રીઓની ખટપટે તેમને જુદા કર્યા
ચારે ખુણેથી તેમણે કલશ કાઢી લીધા. ધનના કીશમાંથી ધુળ નિકળી, ધનદના કળશમાંથી હાડકાં નીકળ્યાં, ધર્મના કલશમાંથી શાહી નિકળી ત્યારે તેમના કળશમાંથી સુવર્ણ મહેરો નિકળી. સેમ તે રાજી રાજી થઈ ગયો. પણ પેલા ત્રણે ઝંખવાણા ફીકા પડી ગયા. આ અપૂર્વ બનાવથી સગાં સંબંધી પણ ભેગાં થઈ ગયાં, એક બીજા વાદવિવાદ કરવા લાગ્યા, પણ સોમ પોતાનામાંથી ભાગ આપવા રાજી નહતો જેથી સગાં સંબંધી પણ તેમના 'વિવાદનો નિવેડો લાવી શક્યા નહી. બધા વિચાર કરવા લાગ્યાં એના પિતા ડાહ્યા છતાં આ ત્રણે મોટા ભાઈએને કે ગેરઇન્સાફ કર્યો?”
ત્રણે મેટા ભાઈઓ પણ પિતાને ઓળદેવા લાગ્યા. અરે! આપણું પિતાએ નાના ભાઇને બધું આપી આપપણને મારી નાખ્યા.
ત્યારે નાના ભાઈએ કાંઈ ન આપ્યું, એમને ઇન્સાફ કેઈએ ન કર્યો?” રાજાએ વચમાં મંત્રીને પૂછયું,
છ માસ સુધી તેઓ રાજકચેરીમાં ઈન્સાફ કરાવા આવ્યા છતાં ન્યાય નહી મલવાથી નિરાશ થઈને ચારે ભાઈ પરદેશ ગયા, માર્ગમાં કઈ એક ગામમાં તેઓ જઈ ચડ્યા. ગામના ચારે-ચકલે બેઠેલા વૃદ્ધ પશુપાલે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com