________________
૫૪
- પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે ! અરે એ મારી પ્રિયાનું મોં મને કોણ બતાવે! એનું મનહર હસમુખુ વદન હું ક્યારે નિહાળીશ ! એ અક્ષત અંગોપાંગવાલી પ્રિયા મને કોઈ બતાવે? એ નિર્દોષ પ્રિયાને સંતાપી-દુ:ખી કરી હું હજી જીવું છું? અરે હૃદય! તું ફાટી જા, ફાટી જા, ભુંડ કામ કરતાં લેશ પણ વિચાર, નહિ કરનાર હે નિષ્ફર ! નિર્દય! હવે તને જીવતાં લાજ નથી આવતી ? પ્રિયાને મરાવી નાખી હવે દુનિયાને શું માં બતાવવા તું જીવે છે ?, વિણસી જા, કુટીજા.”
દુભાવી જે સતી નારી, જીવ્યા તે શું મુઆ તે શું ? નિર્દોષ પ્રજાને સંતાપી, જીવ્યા તે શું મુઆ તે શું ?, કરી જારી વ્યભિચારી, જીવ્યા તે શું મુઆ તો શું ? - રીબાવી જે ભલી નારી, જીવ્યા તો શું મુઆ તે શું ?
મારે હવે તે આ મહાન પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, નિર્દોષ અને પવિત્ર પ્રિયાને મરાવી નાખી કયા સુખને માટે મારે જીવવું જોઈએ? મંત્રીશ્વર! નગરની બહાર તમે કાષ્ટ એકત્ર કરી ચહે તૈયાર કરાવે, જેમાં અr મારા પાપી દેહને જલાવો ? બસ! એજ નિશ્ચય મંત્રીશ્વર જેમ બને તેમ ચેહ તાકીદે તૈયાર કરાવે.”
ક્ષત ઉપર ક્ષારની જેમ કાષ્ટભક્ષણની વાત સારાય - નગરમાં પ્રસરી ગઇ. બધીય નગરી હલમલી ગઈ. રાણીએ કરૂણ રૂદન કરવા લાગી. મંત્રીઓ અનેક રીતે રાજાને સમજાવવા લાગ્યા, મોટા મોટા રાજપુરૂષ, નગરના મહાજન રાજાને વિનવવા લાગ્યા. રાજા મહેલ આગવી અનેક માનવીનાં જુથ ઉભરાવા લાગ્યાં, શેક્સાગરમાં ડુબેલા બધાય રડી રહ્યા હતા, નગરની નારીઓ પણ વિલાપ કરતી, ધાર આંસુડાં પાડી રહી હતી. એ ભયંકર દિવસે માતા એ પિતાનાં બાળકને પણ ધવડાવવાં છોડી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com