________________
પs
એકવીશ ભવને સ્નેહસંબંધ
પશ્ચાત્તાપથી ધગે છે, હૃદય આ મારું, નરા ખેરના અંગારે, ધગે હૃદય આ મારું; મરાવી પ્રિયાને, લોહીથી રંગ્યું અંગ મારું, કપાવી નાજુકલતાને કર્યું મેં કર્મ આ કાળું.”
રાજાના આ અકાર્યથી બધા આભા થઈ ગયા. એક બીજાના મેં જેવા લાગ્યા, વાત નગરમાં પાણીમાં તેલ બીદુની જેમ પ્રસરી ગઈ. રાણી વર્ગ પણ વિલાપ કરવા લાગે, બધે હાહાકાર થઈ ગયો. ક્ષણ પહેલાને આનંદ સુકાઈ ગયો. ચારેકોર શોક સંતાપ ઢળાઈ રહા, મંત્રીઓ, ગજશેઠ અને સેવકે પણ એક બીજનાં મેં તકાસતા શું એલવું તેના વિચારમાં પડી ગયા. બીજીતરફ રાજાના પશ્ચાસાપને પાર નહતો, “મહારાજ ? હવે શું થાય? શાંત થાઓ શાંત થાઓ.”
પિતાની જાતને તિરસ્કારની નજરે જેતે રાજા પશ્ચાતાપની આગમાં જલી રહ્યો હતો. હજારે વીંછીના ડંખની વેદના અનુભવી રહ્યો હતો, સીત્કાર ઉપર સીત્કાર કરી રહ્યો હતે. હા! હા !
“લોહીના ડાઘા, હજી સુકાયા નથી
પાપનાં કામો અરે! વિસરાયાં નથી; રેતી કકળતી પ્રિયાને, કંગાલ કીધી રખડતી, મહેલાતમાં વસનારને, કીધી ઘરોઘર ભટકતી.”
પશ્ચાત્તાપ રૂપી કી રાજાનું હૃદય કેતરી રહ્યો હતો, પિતાના અકાર્યથી એક આંખે શ્રાવણ ને બીજી આંખે ભાદરે વહેવડાવતો રાજા ચોધાર આંસુડાં પાડી રહ્યો હતો. અરે બગડેલી બાજી હવે શી રીતે સુધરી શકે? કુણી કુમળી ખિલેલી કેમળ લતાને મેં પાપીએ બાળી ભસ્મ કરી નાખી. મારાં એ નવપ્રસૂતિ બાળકનું શું થયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com