________________
એકવીશ ભવને સ્નેહસંબંધ “િહા, મહારાજ! આપ જુઓ, ઉપર જયસેન કુમારનું નામ છે તે.
રાજાની આંખે અંધારાં આવ્યાં, પિતાના અકાર્યથી જડ જેવો બની ગયેલો રાજા મૂચ્છિત થઈ ગયે, સિંહાસનથી જમીન ઉપર પડી ગયે, બેભાન બની ગયા. રાજમહેલમાં હાહાકાર થઈ રહ્યો, રાજસેવકે દોડાદોડ કરી રહ્યા. રાજરાણીઓ, મંત્રીઓ વગેરે બધા પ્રાસાદમાં ભેગા થઈ ગયા. અનેક શીત ઉપચાર કરીને મંત્રીએ રાજાને સાવધાન કર્યા, - સાવધ થયેલ રાજા બધા તરફ નજર કરતે મનમાં અકથ્ય અતુલ વેદનાને અનુભવતો હોય તેમ વિલાપ કરવા લાગે. “અરે! શા માટે મને સાવધ કર્યો ? અરે! અરે ! કે હું દુષ્ટ ! કેવો હું અજ્ઞાની? કે હું મુખ! કે હું ઉતાવળી? કે હું નિર્દયમાં શિરમણિ! અરે! અધમ એવા મેં આ શું કાર્ય કર્ય! દવે મને કે ભૂલાવ્યો? વિલાપ કરતે રાજા ફરી બેભાન થઈ ગયે “હવે મને નિરાતે મરવા દે, ' મંત્રીઓએ રાજાને ફરીને સાવધ કર્યો. “સ્વામી! આ શું? શું હકીકત છે એ તો કહે? અકાળે આજે આપને આ શું થાય છે? આટલી બધી વ્યાકુળતા શી?” રાજાએ ગુપ્ત રીતે કરાવેલી કલાવતીની દુર્દશા મંત્રી આદિ કેઈ પણ જાણતું ન હોવાથી રાજાના આ વલેપાતનું કારણ બીજાઓ શી રીતે સમજી શકે? - “મંત્રીવર! શું કહું? મારૂં શંખ નામ આજે સાર્થક થયું. આજ સુધી હું નામે શંખ હતો હવે તો અર્થથી પણ મારું કાર્ય જ્યારે તમે સાંભળશે ત્યારે મારી ઉપર શુંકશે. ખચીત લેકે પણ મારા નામને પૂરેપૂરે દુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com