________________
==
=
૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
દેવશાલપુરથી કેઈ આવ્યું છે?”
'હા, મહારાજ ! દેવીને તેડવા સારૂ રાજાએ પોતાના સેવકને મોકલ્યા છે. તે મારે ઘેર રહેલા છે પણ અવસર નહી મલવાથી હજી આપના દર્શને આવ્યા નથી. ગજશેઠની વાત સાંભળી રાજાના હૈયામાં ધ્રાસકે પડયો. એ રાજસેવકને તરતજ પિતાની પાસે બોલાવ્યા. દેવશાલપુરના રાજસેવકે રાજા આગળ હાથ જોડી ઉભા રહ્યા.
મહારાજ ! આપને જય થાઓ.” : “રાજાએ દેવીમાટે કાંઇ મોકલાવ્યું છે વારૂ?” રાજા‘એ રાજાસેવકને પૂછવું શરૂ કર્યું.
હા, રાજન ! આપને માટે તેમજ દેવી માટે અમૂલ્ય વસો આભૂષણે વગેરે કેટલીક કિમતી વસ્તુઓ મોક્લી છે”
એ બધી કયાં છે? અહીં હાજર કરો
નરેશ્વર ! કેટલાંક દેવીનાં વસ્ત્રાભરણ તો અમે પરમ દિવસે આવ્યા ત્યારે સાંજના દેવી માતાપિતાના કુલ સમાચાર જાણવાને શેઠને ઘેર આવેલાં હતાં તે લઈ ગયાં છે. એમને પહેરવા માટે જયસેન કુમારે કીમતી હીરા માણેક જડેલા બાજુબંધ કરાવેલા હતા તે પણ દેવી લેતાં ગયાં છે.”
એ બાજુબંધ તમે ઓળખી શકે છે ?
કેમ નહિ? મહારાજ ! જયસેન મહારાજે ઘણા સ્નેહથી પોતાની બહેન માટે હીરા, મણિ વગેરે રોથી જડાવેલા એ બાજુબંધ બહુ જ કીમતી છે.”
રાજસેવકેની વાણી સાંભળી રાજાએ જયસેનના નામવાળા તે બાજુબંધ સેવકોને બતાવ્યા. સુવર્ણના થાળમાં રહેલા તે બાજુબંધને જોઈ સેવકે બોલી ઉઠ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com