________________
૫૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાલિયું
દેહા શાસન નાયક સુખ કરું, વંદી વીર જીણંદ, પૃથ્વીચંદ્ર મુનિ ગાઈશું, ગુણસાગર સુખકંદ; ૧ ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, વાત ઘણું વૈરાગ્યની, સાંભળજે મનરંગ: ૨ શંખ કલાવતી ભવથકી, ભવ એકવીસ સંબંધ, ઉત્તર સુખ ભોગવી, એક્વીશમે ભવે સિદ્ધ; ૩ પણ એકવીશમાં ભવતણે, અલ્પ કહુ અધિકાર, સાંભળજો સન્મુખ થઈ, આતમને હિતકાર, ૪
ઢાળ ૧ લી
(કંત તમાકુ પરિહરે-એ દેશી) નયરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખ વિલસે ગુણદેહ એ મેરેલાલ, ચતુર સ્નેહી સાંભળો ૧ એ આંકણી છે સર્વારથથી સુર ચવી, તસ કુખે અવતાર છે મેરે લાલ રૂપ કળાગુણ આગળ, પૃથ્વીચંદ્ર કુમાર મેટ ચતુર૦ મારા સમ પરિણામી મુનિ સમે, નિરાગી નિરધાર મેવ પિતા પરણાવે આગ્રહ, કન્યા આઠે ઉદાર મેટ ચતુ. મારા ગીત વિલાપની સમગણે, નાટક, કાય કલેશ મેવ આભૂષણ તનુ ભાર છે, ભેગને રોગ ગણેશ મેવ ચતુવાડા હું નિજ તાતને આગ્રહે, સંકટ પડી જેમ મે. પણ પ્રતિબંધુ એ પ્રિયા, માતપિતા પણ એમ મેટ ચ૦ ૫ જો સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર મે એમ શુભ ધ્યાને ગુણનિલે, પહેલે ભવન મઝારામેચ૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com