________________
પર૦ .
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : એ અનંત સુખસાહ્યબીથી ભરેલા સિદ્ધક્ષેત્રનું વર્ણન પંડિતમાં પંડિત પણ કેટલું કરી શકે! એનું વર્ણન એના સુખની વાનગી તે સર્વજ્ઞ જ્ઞાની જ બતાવી શકે એવા અન ત સુખ સાહ્યબીના પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભોક્તા થયા. આત્માનું જે કાયમી સ્થાન તેના અધિષ્ઠાતા થયા. અનંત કાળચક્ર વહી જાય તો પણ એ સુખ એમનું સંપૂર્ણ થવાનું નથી ને ત્યાંથી પાછા ફરવાપણું પણ નથી. * યુગના યુગ જવા છતાં આજે પણ મુક્તિમાં રહ્યા છતા એ જગતની લીલા જોઈ રહ્યા છેઆપણે જ્યારે એમનું ચરિત્ર શ્રવણ કરી આપણા આત્માને નિર્મળ બનાવી એમના પગલે ચાલવાનો વિચાર કરી રહ્યા છીએ ત્યારે ત્યાં રહેલા એ આપણા મગત ભાવને જાણતા ને ચૌદ રાજલોકનું નાટક જોતા છતાં આત્મસુખમાં રમણ કરી રહ્યા છે એવા તે ભવસાગર પાર તરી ગયા છે. કૃતકૃત્ય થયા છે. ત્યારે આ ભવસાગરમાં જન્મ મરણ કરતા ને સંસારના આકર્ષણમાં લોભાઈ રહેલા એવા આપણું શું? એમની માફક આપણે પણ આ જન્મમરણને અંત લાવે કે નહિ?
શંખરાજા અને કલાવતીના ભાવમાં એ બન્ને આત્માઓ આપણા સરખા આત્મા હોવા છતાં એમનામાં ધર્મ ભાવના જાગ્રત થઈ. ગુરૂના સમાગમે સમકિતતત્વની પ્રાપ્તિ થતાં સત્યદેવ, ગુરૂ અને ધર્મની ઓળખ થતાં તેઓની દિશા ફરી ગઈ, ને મુક્તિની ભાવના જાગ્રત થઈ
પછી તે સંસારની રૂદ્ધિ સિદ્ધિ કે રમણુઓના ભેગમાં ન લેભાતાં એક મુક્તિની જ તમન્ના તેમનામાં જાગ્રત હેવાથી અવસર પ્રાપ્ત થતાં તૃણની માફક ભાગને પણ તજી દઈ ભર ચારિત્રની આરાધના કરવા લાગ્યા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com