________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૧૯
-
-
-
-
-
-
રહેલા છે. મનુષ્યલોકનાં સુખે ચક્રવતી વાસુદેવાદિના નાટારગ વગેરેનાં સુખો પણ સાત રાજ દૂર રહેલા સિદ્ધ ભગવાન જાણી રહ્યા છે, ભૂત, ભવિષ્ય અને વાર્તામાન ત્રણે કાળનાં સુખ કેવલજ્ઞાનથી જાણી રહ્યા છે કેવલદર્શનથી દેખી રહ્યા છે પરંતુ તેઓને તો વેદનીયકર્મને ક્ષય થયેલો હોવાથી આત્મિક અનંત સુખને અનંતકાળ પર્વત અનુભવ હોય છે. - અનંતો કાળ જાય તે પણ ત્યાંથી પાછુ સંસારમાં આવાગમન નહિ હોવાથી એમના એ સુખેને ક્યારે પણ અંત આવતો નથી. જેથી સાદિ અનંત ભાંગે તેમનું સુખ શાસ્ત્રમાં કહેલું છે. કર્મનો ક્ષય થકી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ તેમજ પરિણામિકભાવ એ બે ભાવ સિદ્ધભગવાનમાં રહેલા છે. - સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધને ઓછામાં ઓછી એક હાથને આઠ આંગળ જગ્યા જોઈએ છે અર્થાત એટલી જગ્યામાં તે સમાઇ શકે છે જ્યારે વધારેમાં વધારે ૩૩૩ ધનુષ્ય ૧ હાથ ને ૮ અંગુલ જેટલી જગામાં પણ સિદ્ધને જીવ સમાઈ શકે છે તે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા શરીરને આશ્રીને સમજવું. એવી રીતે પીસ્તાલીસ લાખ જોજન લાંબી પહેલી સિદ્ધગતિમાં લોકાંતના છેલલા
જનને અંતે ઉપર કહ્યા મુજબ અવગાહનાએ સિદ્ધ છો રહે છે એ સિદ્ધગતિમાં સિદ્ધના જીવો ખીચોખીચપણે ભરેલા છે ત્યાં એવો ખાલી આકાશ પ્રદેશ નથી કે જે ઠેકાણે સિદ્ધના છ ન હય, એકબીજામાં સંક્રમીને રહેવા છતાં તેમને જરાય બાધા થતી નથી.
સંસારમાંથી છ કાયમ એ સિદ્ધગતિમાં ગમન કરી રહ્યા છે એમાં જે ઉત્કૃષ્ટ અંતર પડે તો છ માસનું.
આના સિદ્ધગતિમાં હતા સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com