________________
૫૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સ્થાનકથી આત્મા સમશ્રેણીએ સિદ્ધિગતિમાં જઇ શકે છે. ત્યાં ગયા પછી આ લાકમાં તેને પાછુ ફરવાપણું રહેતુ નથી જેથી ત્યાં ગયા પછી કાળના કાળ વહી જાય તા પણ ત્યાં પાતાના અનંત સુખમાં રહે છે.
પીસ્તાલીશ લાખ જોજનની સિદ્ધગતિને ઇષપ્રાગ્ભારા પણ કહે છે. અર્જુન જાતિના સુવર્ણ સમી ઉજ્જવળ વર્ણવાળી મધ્યમાં આઠ જોજન જાડી અને તે પછી પાતળી થતી છેવટે માખીના પાંખ સમાન છેડે છે. એવી એ સ્વચ્છ, નિર્માળ, સુગંધમય, શંખ જેવી સફેદ, ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધિગતિ કર જ્ઞાનીના આને માટે થતી નથી?
જ્યાં ઉત્કૃષ્ટથી પાંચમે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા તેમજ જઘન્યથી એ હાથ પ્રમાણવાળા જઈ શકે છે. તે પાતપાતાની અવગાહના ત્રીજા ભાગે ન્યૂન આકાશક્ષેત્રને અવગાહી લાકાતે રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનતા છે છતાં એક મીજાને ત્યાં વ્યાક્ષેપ-અડચણ થતી નથી, તે સુખરૂપે રહે છે.
સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી માર જોજન દૂર રહેલી સિદ્ધગતિ-એ સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્માના સુખના તે કાંઇ પાર !
લાકના અતે રહેલા એ અંનત શક્તિસપન્ન સિદ્ધ ભગવાન ત્યાં રહ્યા છતા કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ચૌદ રાજલેાકનું નાટક જુએ છે ભુવનપતિ, વ્યન્તર, જ્યાતિષીનાં પાર વિનાનાં સુખા, બારે દેવલાકના દેવતાઆનાં સુખા-નાટકા, નવ ચૈવેયક અને અનુત્તર વિમાનમાં એ દિવ્ય નાટારંગ તેમજ અનેક રાગરાગિણીપૂર્વક થતા મધુરા આલાપાનાં સુખા લેાકાતે રહેલા તે જીવા જાણી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com