________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૧૭
સામાન્ય રીતે જીવનું ઉત્પત્તિસ્થાન નિગેદ છે, નિગોદમાંથી નિકળેલા જીવ સંસારમાં ચારે ગતિરૂપ ભવસાગરમાં-ચૌરાસી લાખ જીવનિમાં ભમ્યા કરે છે, મુક્તિમાં જતો નથી ત્યાંસુધી આ સંસારમાં એને સુખદુઃખને અનુભવ કરતાં ભમવાનું જ રહે છે. જ્યારે એ મુક્તિમાં જાય છે ત્યારથી એના ભ્રમણને અંત આવી જાય છે, અને સાદિ અનંત ભાંગે મુક્તિમાં એની સ્થિતિ કાયમી થઈ જાય છે.
દેહથી રહિત હોવાથી આત્માને ત્યાં કર્મજન્ય સુખ દુઃખને અનુભવ નથી. જે શરીરમાંથી નિકળી તે મુક્તિમાં ગયેલો હોય છે, તે શરીરના ત્રીજા ભાગ જેટલી અવગાહના પ્રમાણ લોકાંતના આકાશપ્રદેશને અવગાહીને રહે છે. રોગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ બધાં કર્મજન્ય હોવાથી ત્યાં અશરીરી આત્માને એમાંનું કાંઈ પણ નથી. ભુખ તેમજ તૃષા તેમને બાધા કરતી નથી. શીત કે ગરમી તેમને પીડી શકતી નથી. વેદનીયકર્મને ક્ષય થવાથી શરીરજન્ય શાતા અશાતા મુક્તિમાં નથી કિંતુ આત્મિક સુખનો પોતે લેક્તા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી લોકાલોકના ત્રણે કાલના સ્વરૂપને જાણનારે ને જેનારે આત્મા જ્ઞાનસુખ અને દર્શનના સુખને અનુભવી રહ્યો છે. સુખ એ આત્માને સહજ ગુણ હેવાથી જગતમાં અનુભવાતું ગમે તેવું સ્વરૂપ પણ મુક્ત આત્માને તો સુખરૂપે જ પરિણમે છે એવા અવ્યાબાધ અને અનંતસુખને ભેગી છે. .
ચૌદ રાજલોક રૂપી પુરૂષના લલાટ સ્થાને સિદ્ધશિલા છે. એ સિદ્ધક્ષેત્ર અઢીદ્વીપના પ્રમાણ સરખુ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે. એટલે અહીદ્વીપના ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com