________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૦૯
કેવલીએ કહ્યું હતું તેમજ થાય છે. આહા ! કેવલજ્ઞાન, પ્રાપ્ત કરી મેલે જનારા ભવ્ય આત્માને પરિવાર પણ કે હેાય છે. પતિની પછવાડે પત્નીઓ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી એમના માર્ગને અનુસરનારી હોય છે.” સુધી સાર્થવાહ પોતે મનમાં જ કેવલીની સ્તુતિ કરવા લાગ્યું પિતાના નગર કરતાં પણ અધિક આશ્ચર્ય જોઈ તાજુબ થઈ ગયે.
એકવીસ ભવના સંબંધવાળા પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ ગયાકેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્મા તે જ ભવમાં શેષ આય પૂર્ણ કરી શિવમંદિરમાં ચાલ્યો જાય છે.
પૃથ્વીચંદ્ર કેવલીની દેશના રાજા હરિસિંહના કથન બાદ પર્ષદાની આગળ પૃથ્વીચંદ્ર કેવલી ધર્મોપદેશ આપવા લાગ્યા, “હે ભવ્ય જને! સંસારની મોહમાયામાં મુંઝાઈ તમે પ્રમાદી થાઓ નહિ, જે તમારે ભવસાગર તરી પાર થવું હોય તો સંયમરૂપી રથમાં આરૂઢ થઈ જાઓ. કારણકે જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેકાદિ નીર જેમાં ખળભળી રહ્યાં છે, કષાયરૂપી તુચ્છ મચ્ચે જ્યાં કુKકુદા કરી રહ્યા છે. રાગ અને દ્વેષ રૂપી ઉદ્વેગે જેમાં ઉછાળા મારી રહ્યા છે. એવા સંસારરૂપી સમુદ્રમાંથી તરી પાર જવું હોય તો સંપૂર્ણ જ્ઞાનરૂપી નાવિકની સહાયથી ચારિત્રરૂપી : વહાણમાં આરૂઢ થાઓ તો તમે પાર પામશે. અન્યથા એ સમુદ્રને પાર પામી શકાશે નહિ,
એ ચારિત્ર મનુષ્યભવ સિવાય પ્રાપ્ત થઈ શકતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com