SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સાગરમાં રહ્યા છતાં પાપરૂપી પંકથી અલિપ્ત એવા આપ જયવંતા વત્તો કે જેમનું ચારિત્ર ભુવનને વિષે આશ્ચર્ય કરનાર છે. ) ઈદ્ર એ પ્રમાણે સ્તુતિ કરી બે હાથ વડે કરસંપુટ કરી ભગવાન આગળ બેઠા તે સમયે હરિસિંહ રાજાપણ ‘પદ્માવતી દેવી સાથે ત્યાં આવ્યું ત્યારે મુનિના વેષમાં, તેમજ કેવલજ્ઞાની એવા વિશ્વને આનંદકારી પોતાના નંદનને જોઈ ખુબ હર્ષથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. “કુલમે કરી તમને રાજ્ય સ્થાપન કરી ધર્મને ગ્ય એવા અમો દીક્ષા લેવાને યોગ્ય હતા, તે દીક્ષા તમે શી રીતે પામી ગયા? અરે ! સંસારમાંથી નિકળવાને આતુર થયેલા તમને મોહથી મૂઢ થયેલા અમે જર્જરી ભૂત થયેલા રાજ્યપિંજરમાં નાખ્યા એ મિથ્યા દુષ્કૃત છે.” રાજા કેવલીની સ્તુતિ કરતા ને પિતાની નિંદા કરતા હતા. તે દરમિયાન સ્વામીનું અદ્ભુત ચરિત્ર જાણી પેલી સોળે નવોઢાઓ ત્યાં આવી પહોંચી. પતિના ચરિ ત્રથી વિસ્મય પામેલી તે કેવલીને નમસ્કાર કરી પદ્માવતી દેવીની પાછળ બેઠી. કેવલી ભગવાનની પ્રશાંત મુદ્રાને વિલોકતી એ સ્ત્રીઓની વિચાર શ્રેણિ ભાવીને યોગે પલટાઇ ગઇ. ભવ ઉપર ઉદાસ થઈ ગયેલી તે બાળાઓ સંસારની અનિત્યતાનું સ્મરણ કરતી શુભ ભાવનામાં આરૂઢ થઈને તરતજ કેવલજ્ઞાન પામી. છે કે તેમને સાધ્વીને વેષ આપી નમસ્કાર કર્યો. તેમની સ્તુતિ કરી. ઇંદ્રની પાછલ સકલ પરિવારે પણ નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી. આ બધું જોઈ સુધી શ્રેષ્ઠી વિચાર કરવા લાગે આ આશ્ચર્ય પણ કઈ જેવું તેવું નથી, ગુણસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy