SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નથી, ચોરાસી લાખ છવાયેનિમાં ચારિત્રને અનુકૂળ સામગ્રી માત્ર મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. માટે ધર્મને ચોગ્ય સામગ્રી મનુષ્ય ભવમાં પ્રાપ્ત થવા છતાં જે પ્રમાદી બનીને હારી જશે, ધર્મ કરવાની ઉપેક્ષા કરશે તો ધનદના પુત્રની માફક એવી તક તમને ફરી મલવી દુર્લભ થઇ પડશે. તામ્રલિપ્તી નામે નગરીમાં પ્રજા વત્સલ ન્યાય નીતિને જાણ શ્રી કીર્તિનામે રાજા હતો તે પોતાની નગરીમાં અનેક ધનાઢને જોઈ પ્રસન્ન થતો હતો. પ્રજા પણ આવા અમીમય દૃષ્ટિવાળા રાજાને જોઈ રાજી થતી હતી, નગરીના ધનાઢય જન જેની પાસે કેટી દ્રવ્ય હોય તે પિતાના મકાન ઉપર વિજા ચડાવે એવી રાજ આજ્ઞા હોવાથી નગરમાં અનેકના મકાન ઉપર દવાઓ ફરકતી - હતી તેમજ કેઈ કેઈના મકાને ઉપર એક કરતાં પણ અધિક દવાઓ જેવાતી હતી. એ વજાઓ ઉપરથી એના દ્રવ્યની સંખ્યા પણ મપાતી હતી. એવું એ શહેર સુખી અને આબાદીવાળું હતું. એ નગરમાં ધનદ નામે મેટો ચાહકાર રહેતો હતો, “ધનદ ઘનવડે કુબેર ભંડારી સમાન હોવા છતાં પોતાના મકાન પર વજા ધરકાવતે નહિ જેની કીમત થઈ શકે નહિ એવાં અનેક રત્ન એના ભંડારમાં પડેલાં હતાં તોપણ પિતાના મકાન પર ધ્વજા ફરતી કરવાનું તેને મન થતું નહિ, ત્યારે ધનદના પુત્રના વિચારે જુદા હતા. પોતાના મકાન ઉપર વજા ફરકતી જવાને તે ખુબ આતુર હતા, પણ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન તેમનાથી ન થતું હોવાથી પિતાની ઈચ્છા તેઓ પાર પાડી શક્તા નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy