________________
૫૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમને વાંદીને તર્ક વિતર્ક કરતો હું તેમની આગળ બેઠે.
શું આમને કેવલજ્ઞાન થયું હશે ? શાની જાણે, સત્ય શું હશે.”
મારા મનના વિતર્કને જવાબ આપતા હોય તેમ તુરતજ ગુણસાગર કેવલી બોલ્યા, “હે સૌમ્ય ! હે સુધન ! તું સ્વયં અયોધ્યા તરફ જવાની તૈયારીમાં હતો પણ કૌતુક જોવા માટે અહીં આવ્યો છે. સાથે દૂર જવાથી હવે તું અહી આવ્યા પછી બેસવા કે જવાને શક્તિવાન નથી, પણ તે સુધન ! આમાં શું આશ્ચર્ય છે ! આ થકી વધારે આશ્ચર્ય તે તું અયોધ્યામાં રાજસભામાં જોઈશ.”
કેવલજ્ઞાનીનાં એ વચન શ્રવણ કરી હર્ષ પામેલે હું ત્યાંથી શીધગતિએ અહીંયાં આવી હે દેવ! આપની સમક્ષ હાજર થયો છું. “સુધનશ્રેષ્ટિએ એ રીતે પિતાની આશ્ચર્ય વાર્તા-ગુણસાગરની કથા પૂર્ણ કરી,
પથ્વીચંદ્ર રાજાને કેવલજ્ઞાન થાય છે
એકવીશ ભવના સાથી ગુણસાગરનું વૃત્તાંત સાંભળી રાજસભામાં સિંહાસનારૂઢ રાજા પૃથ્વીચંદ્ર અજબ વિચારમાં પડી ગયા. એમની વિચાર શ્રેણિ પલટાઈ ગઈ, નિસ્તબ્ધ થઈ શુભ ભાવનારૂઢ થઈ ગયા, એજ ખરા મહા મુનિ એજ સત્ય મહાત્મા ગુણસાગર છે કે જેમણે મોહને જીતી પિતાનું કાર્ય સાધી લીધું છે. નિરીહ એવા મહાત્મા પુરૂષોને ગમે તેવી મહાન ભેગ સામગ્રી પણ ધર્મમાં અંતરાય કરી શકતી નથી. જેથી તેઓ ભવસાગર પાર તરી ગયા અને હું ?
હું તો જાણતાં છતાં પણ માતા પિતાની દાક્ષિણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com