________________
એિકવીશ ભવને સ્નેહસંબંધ
૫૦૫
દુંદુભિ વગાડવા લાગ્યા. સુગંધિત જલની એના મકાન આગળ વૃષ્ટિ કરવા લાગ્યા, પંચવર્ણ યુક્ત પુષ્પના ઢગ આંગણામાં પડવા લાગ્યા, દેદીપ્યમાન કુંડલવાળા દેથી ગુણસાગરનું ભવન આચ્છાદિત જોઈ નગરીના લોકે આશ્ચર્ય પામતા છતા બોલવા લાગ્યા, ““અહા ! અહો! ગુણસાગરના વિવાહમાં તો એના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓ પણ વર્ધાપન મહત્સવમાં ભાગ લેવા આવ્યા ને શું ? - જ્યારે દેવતાઓ એના ભવન ઉપર આકાશમંડળમાં રહીને નૃત્ય કરતા ને દેવદુદુભિ વગાડતા શું ચિંતવતા હતા? બોલતા હતા કે “અહો! આશ્ચર્ય! આશ્ચર્ય! મોહના રાજ્યમાં રહેલા આ આત્માઓએ મોહરૂપી મહામલ્લને નાશ કરી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ કરી. તે પછી દેવતાઓએ તેમની સમક્ષ પ્રગટ થઈ–હાજર થઈ સાધુને વેષ આપે. સાધુ વેષધારી તેમને નમસ્કાર કરી દેવતાઓએ કેવલજ્ઞાનને મહત્સવ કર્યો
આ વૃત્તાંત જોઈ-જાણી ગુણસાગરનાં માતાપિતાને પણ ધર્મધ્યાનની ભાવના આવતાં ધર્મધ્યાનથી વધતાં વધતાં શુકલધ્યાન પ્રગટ થયું ને કર્મને નાશ થતાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
આ બધા વૃત્તાંતની રજાને ખબર પડતાં શ્રીશેખર રાજા આશ્ચર્ય પામતે ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક કેવલજ્ઞાનીને નમસ્કાર કરી તેમની આગળ હાથ જોડી બેઠે
તે સમયે હે દેવ ! હે પૃથ્વીચંદ્ર નરેશ! હું તમારા નગર તરફ આવવાની તૈયારી કરી રહેલા વાહન, નૃત્ય વગેરે રવાને કરી નિકળવાની તૈયારીમાં હતા તે દરમિયાન આ વૃત્તાંત જાણવાથી આશ્ચર્ય પામેલે હું ત્યાં ગયો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com