________________
૫૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાર લાગતી નથી તો હું તે વૈરાગી ઉપર નિરંતર રાગવાલી એવી મુક્તિ રૂપી કન્યાની જ હવે પ્રાર્થના કરીશ - “માતાની અભિલાષા પૂર્ણ થવાથી હવે પ્રાત:કાલે હું ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરીશ, ગુરૂ વિનયવૈયાવચ્ચ કરીશ. જ્ઞાન, ધ્યાનમાં સાવધાન રહી ભવસાગર તરી પાર ઉતરીશ એ પ્રમાણે આત્મચિંતવન કરતો ગુણ સાગર જાતિસ્મરણજ્ઞાન વડે પૂર્વના ભવેને સંભારત ને ચારિત્રની આરાધનાનું સ્મરણ કરતો ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાને ચડો એ શુકલધ્યાન આરૂઢ થયેલા ગુણસાગર સ્પબ્રેણિએ ચઢી અનુક્રમે ત્યાં જ કેવલજ્ઞાન પામ્યા મોહના મંદિરમાં જ તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું.
દાંત અને શાંતરસમાં નિમગ્ન ગુણસાગરને-પોતાના સ્વામિને નિશ્ચલ-સ્થિર દષ્ટિવાળ જોઈ લજજાથી અવનત મસ્તકવાળી એ સર્વે નવા વિચારમાં પડી. “ગૃહસ્થ અને મોહના મંદિરમાં રહેવા છતાં આ અમારા સ્વામીને ધન્ય છે કે જેઓ શાંતરસમાંજ માત્ર લીન છે, પાપકર્મના નિધાન સમાન અમારે વિષે એમને જરા પણ રાગ નથી, આવા મુક્તિવધુની વરમાલ ગ્રહણ કરનારા અમારા સ્વામીને ધન્ય છે ને આવા સ્વામીની વધુ કહેવડાવવા માટે અમનેય ધન્ય છે કે જેથી અમે પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામશું.
ધર્મધ્યાનમાં શુભ ભાવનારૂઢ થયેલી આઠે કન્યાઓ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાને આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ ચઢી ચાર ઘનઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાનને પામી, કારણ કે સાચી સ્ત્રીઓ તો એજ કે જે પતિના માર્ગને
અનુસરે, - તે સમયે આકાશમંડળમાં નૃત્ય કરતા દેવતાઓ દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com