________________
એક્વીશ ભવને નેહસંબંધ
૫૦૧
પ્રમાણે ગુણસાગર કુમાર મોટા આડંબરપૂર્વક પરણવાને આવ્યો જ્યારે કુમાર તોરણે આવી ઉભા રહ્યો ત્યારે મંગલમય વાજિંત્ર વાગવા લાગ્યા, સૌભાગ્યવતીઓ મંગળ ગીત ગાવા લાગી, ભાટચારણ બિરૂદાવલી બોલવા લાગ્યા. દાન, માનવડે લેકેને સત્કાર કરાતો હતો, કન્યા અને વરપક્ષના કુટુંબીજને જ્યારે બાહ્ય વિવાહકાર્યના આનંદમાં મશગુલ હતા, અન્ય લોકો પણ વરઘોડાના આનંદની મેજ મેળવી રહ્યા હતા ત્યારે તોરણે પખવાને ઉભેલો વરરાજા ગુણસાગર જુદા જ વિચારમાં મશગુલ હતો વિવાહની સામગ્રીને કે જ્યારે બાહ્ય દષ્ટિથી જોતા હતા ત્યારે ગુણસાગર અંતરદૃષ્ટિથી તેની તુલના કરવા લાગ્યો,
અરે આ બન્ને બાજુના વૈવાહિક પુરૂના નામ સાર્થક છે. વૈકહેતાં નિશ્ચય અને વા વાહનો સંસાર સાજે પોતના વાહિ એ રીતે વૈવાહિકા શબ્દ થયે. સોપારીના આરોપણ વડે તેઓ પુણ્યને વિષે પાપનું આરે પણ કરે છે. શરાવ સંપુટના ભાગવા વડે હવે તારાથી ધર્મ સાધી શકાશે નહિ એ ધર્મને તું અત્યારથી જ હવે ભાગી નાખે છે, એ સૂચવે છે. શેરડીથી પોંખવા વડે હવે તારે ગૃહસ્થ ધર્મ ચલાવવા માટે જીવહિંસા કરવી પડશે. મુશલથી પંખવા વડે તારે હવે આ મુશલની માફક સંસારમાં છોને ખાંડવા પડશે. ઘસરૂ-યુગ વડે કરીને આજથી આ નારીરૂપી જોતરૂ તારે ગળે વળગે છે તે તારે સહન કરવું પડશે અને તકલીથી સૂચવે છે કે તારે હવે કર્મરૂપી સત્રને કાંતી એકઠાં કરવા પડશે-પાપના ભારથી ભારે થવું પડશે.
માયરામાં પ્રવેશ કરતાં એમ સચવે છે કે આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com