________________
૨
-
૫૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એવાં લગ્નથી લાભ શું ? છતાં પણ હે માતા ! તું મારે માન્ય છે જેથી તારૂં એ વચન હું અંગીકાર કરું છું, કન્યાઓ સાથે લગ્ન કરી તારી ઈચ્છા પૂર્ણ થયા બાદ તારે મને બીજુ કેઈ કારણ બતાવી અટકાવ નહિ, કારણકે ત્રિતગ્રહણ કરવાના નિશ્ચયવાળો હું તને તે જરૂર ગ્રહણ કરીશ અને તેથી જ કન્યાને માતાપિતાને પણ મારી દીક્ષાની વાત જણાવવી. જેથી તેમને ઠગાવાપણું રહે નહિ પુત્રે માતાની વિનંતિ માન્ય કરી.
રત્નસંચય શેઠે કન્યાના પિતાઓને પિતાના માને તેડાવી તેમને સ્પષ્ટ વાત જણાવી દીધી, “શેઠ! આપણે પ્રથમ વિવાહ સંબંધી વાતચિત થતાં જે સાટુ મેં કબુલ કર્યું છે તે વાત છે કે સત્ય છે તથાપિ એક વાત તમે સાંભળો, લગ્ન થયા પછી તરતજ મારે પુત્ર દીક્ષા ગ્રહણ કરશે માટે જે તમારી ઇચ્છા હોય તે લગ્ન કરો યા તે વિવાહ તોડી નાખે.”
શેઠની આ વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, સૌ કેઈ પિતપતાને ઘેર આવી પોતપોતાની કન્યાને પૂછવા લાગ્યા. તે સમયે કન્યાઓએ પોતાનો નિશ્ચય કહી સંભળા, કન્યા એકજવાર અપાય છે, બે વાર નહિ, માટે તાકીદે વિવાહ કરી નાખે, અમે પણ એની ગૃહિણી શબ્દથી સફળતા માની એની સાથે સંયમ આદરશું. જો તમે કદાગ્રહ રાખી લગ્ન નહિ કરશે તે પરણ્યા વગર પણ અમે તેની પાછળ દીક્ષા ગ્રહણ કરશું એ અમારે નિશ્ચય છે) કન્યાઓએ પણ પોતાને નિશ્ચય સંભળાવી માતપિતાને ચેતવી દીધા,
માતાપિતાએ રાજી થઈ રત્નસંચય શ્રેષ્ઠીને એ સમાચાર જણાવ્યા ને વિવાહની તૈયારી થઈ ગઈ, કુલાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com