________________
-
-
-
-
-
એકવીશ ભવને નેહસંબંધ
૪૯ ભાર ભરેલા ગાડામાં જોડાયે, ખેતીને માટે હળ લઈ ગજા ઉપરાંત વૈતરૂ કર્યું ને ઉપરથી ચાબુક, પણાના માર સહન કર્યા, ભૂખ, તરસ, તાપ, ટાઢ આદિ મેં સહન કર્યા. હાથી, ધડા, ગાય, ભેસાદિક દરેક ભવમાં એવાં અનંતીવાર દુઃખ સહન ક્ય, માતા ! પરાધિનપણે દુ:ખો સહન કર્યાને કાંઈ પાર નથી. એવાં તે કેટલાં દુઃખો વર્ણવું, માતા !”
મનુષ્ય ભવનાય દુઃખ કાંઈ ઓછાં છે? માતા!. પ્રથમ તે ગર્ભાવસ્થાનાં દુ:ખ કાંઈ જેવાં તેવાં નથી. તે પછી જન્મ, જરા, શક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અનિષ્ટનો સંગ અને ઇષ્ટનો વિયોગ તેમજ શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખ અનેકવાર ભાગવ્યાં એ બધાં દુઓને સંભારતો સુખને માટે સાધુપણું અંગીકાર કરે તો એમાં ખોટું શું માતા! એ બધાંય સંસાર જન્ય દુઓ આગળ મુનિપણાનાં સ્વાધિનતા પૂર્વક ભાગવાતા કઈ એ તે કાંઈ દુઃખ કહેવાય માતા 9) ગુણસાગરે ભવ દુઃખનું વર્ણન કરી પોતાની મક્કમતા જાહેર કરી,
પુત્રને નિશ્ચય જાણું એની માતા એશીયાળી થઈ ગઈ, ગદ્દગદ કંઠવાળી થઈ પુત્રના ચરણ પકડી બોલી, દિકરા! તારે નિશ્ચય અપૂર્વ છે, મારી આટઆટલી કાકલુદી છતાં તારા નિશ્ચયમાં ફરક પડતો નથી તો જેવી દેવની મરજી! મારા જેવી સત્વ વગરની તારી માતાને તુ કંઇક અવલંબન તો આપ, મારી એક વાત તું માન્ય કર, તારા વિવાહને માટે જે કન્યાઓ આવેલી છે તેમની સાથે વિવાહ કાર્ય કરી મને વહુઓનાં મુખ બતાવ. તને પરણેલે જોઈ કૃતાર્થ થયેલી હું તને અનુમતિ આપીશ * માતાની એ મોહ ઘેલછા જાણી પુત્ર બે પરણીને હું તરતજ દીક્ષા અંગીકાર કરનાર હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com