________________
૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શુભલગ્ન સાવધાન ગુણસાગરનું વચન સાંભળી પુત્રને સમજાવતી માતા બોલી, “હે વત્સ! જરી તારી પોતાની તરફ તે કેમળ અંગવાળે અને નવીન તારૂણ્યના ઉદયવાળે તું દીક્ષા ગ્રહણ કરી વ્રતનાં કષ્ટ શી રીતે સહન કરીશ? પુત્ર! ચારિત્ર તો દેહ દુષ્કર છે ત્યારે તું અસમર્થ બાળક સુકુમાર છે માટે ગૃહસ્થ ધર્મ સુખે આરાધન કર, તને વિશેષ શું સમજાવું?”
માતાનાં કોમળ અને ભીરૂ વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાનથી પિતાના ભવાની પરંપરા જાણનાર ગુણસાગર મુખ મરકાવતે બો. “માતા! આ જીવે દુનિથામાં અનલીવાર મહાન કષ્ટ સહન કર્યા છે. પૂર્વે મેં નરકને વિષે વૈતરણીનાં દુ:ખ ભોગવ્યાં છે. શામેલી વૃક્ષનાં કરવત સમાન પત્રથી વીંધાઈ રહ્યો હતો, તપેલી વાલુકારેતીમાં મને પરમાધામીઓએ ચલાવ્યો હતો. કુંભીપાકમાં અગ્નિની ભઠ્ઠીની જેમ વારંવાર પકાયો છું, વારેવાર નરકમાં શુલિકા પર ચઢયો છું, કરવતથી પરમાધામી વડે વારંવાર છેદન ભેદન કરાયો છું, ત્યાં ભાલા અને તલવારવડે છેદાઈ રહ્યો હતો, મુદગરના મારથી વાહવાહ પિકારી રહ્યો હતો, અસિવનમાં ભ્રમણ કરતાં શ્વાના આદિકને શિકાર-રાક થઈ રહ્યો હતો એવાં અસંખ્ય, દુ:ખો નરકમાં ભાગવી રહ્યો હતો અને તેય કેટલો બધો કાળ સાગરોપમનાં સાગરેપમ સુધી એ બધાં દુખે મેં વારંવાર ભેગવ્યાં, માતા!
તિર્યંચ ભવમાં બળદને અવતાર ધારણ કરી અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com