________________
=
-
-
=
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૯૭
લાગી, “હે વત્સ! તારા જેવા વિનયવાન પુત્ર માટે અમારા કંઈ કંઈ મનેરા હતા જે આજે પ્રતિકૂળ વાયુ વડે તુ નિષ્ફળ કરીશ નહિ, તારા વગર પાકેલા ફલની માફક મારું હૃદય ફાટી જશે તે હે કુમાર! જાવડે જર્જરીત થયેલા એવા અમારૂં તું પાલન કરીને અમારા મૃત્યુ પછી તું તારી ઈચ્છા પૂર્ણ કરજે.'
માતાનાં વચન સાંભળી ગુણસાગર બોલ્યો, “મિહને આધિન થયેલા તમે જે વાત કરી તે ઠીક છે છતાં મૃત્યુને કાંઈ કમ નથી, ક્યારેક એ બાળકને હણું ને વૃદ્ધનું રક્ષણ કરે છે. મૃત્યુ તે કેઈનું મિત્ર થયું છે વારૂ! જે એમ જાણે કે મૃત્યુ એનું મિત્ર છે અથવા પોતે પોતાને અમર માનતો હોય તે જ સંયમને વિષે પ્રમાદ કરે છે, હું એ ન હોવાથી માતા! હું તો અવશ્ય સંયમને આદરીશ. આ અસાર સંસારમાં છો અનંતીવાર પુત્રપણાને પામે છે. અનંતીવાર માતાપણાને કે પિતાપણે ઉન્ન થાય છે. કર્મને આધિન સ્થિતિવાળા જો સ્ત્રી, પુત્ર, માતા, પિતા, મિત્ર, ભગિની ભાઈ, શત્રુ, કે સ્નેહીપણે ઉપ્તન્ન થાય છે એવા સંસાર સ્વરૂપને વિચાર કરનારી હે માતા! તુ મારે માટે ખેદ શું કરવા કરે છે? જો હું જ તને ઈષ્ટ છું તે મરણથી ભય પામેલા મને દીક્ષા લેતાં તારે અટકાવ નહિ. અંધ કુવામાંથી કે અગ્નિમાંથી, સમુદ્રમાંથી કે રે, શાક અથવા દારિદ્રથી બહાર નિકળતા અને મુક્તિની રાજ્યલક્ષ્મીને ઉપન્ન કરતા પુત્રને કયી માતા અટકાવી શકે? માટે હે માતા! ભવસાગરમાંથી બહાર નિકળતા એવા મને તું રજા આપ, સંસાર તરવા માટે તું મને સહાય કરનારી થા, માતા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com