________________
૪૯૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર.
માનીશ-મારું જીવન સફળ થયું માનીશ. તો આ રાજ્યને
સ્વીકાર કરી અમને સુખી કર.” રાજાની સ્નેહયુક્ત વાણી સાંભળી કુમાર વિચારમાં પડ્યો. “આ તે દીક્ષામાં મેટી ફાંસ ઉભી થઇ.”
“અરે! વિષય વિકાર રહિત એવા વૈરાગ્યવંતને રાજ્યપ્રાપ્તિ એ અસંભવિત-વિરૂદ્ધ વાત છે કેમકે દક્ષિણ દિશા તરફ ગમન કરનાર શું હિમવંતગિરિ પહોંચી શકે છે? તો આવા વિષમ સંયોગોમાં મારે શું કરવું ?
ઘણા સ્નેહવાળા માતાપિતાને એ અનુગ્રહ છે અને એ અનુગ્રહને ઉપાય પણ ખુબ દુર્લભ-દુ:ખે કરી કરી શકાય છે, છતાં વિચક્ષણ જનાએ માતાપિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહિ. '
જે કે હું પણ માત્ર ગુરૂના આવાગમનની માર્ગપ્રતીક્ષા કરી રહ્યો છું તે તે સમય દરમિયાન પિતાનું વચન ભલે પ્રમાણ થાઓ. ગુરૂના આગમન પછી મને જેમ યોગ્ય લાગશે તેમ કરીશ.” ' ખુબ ડાહપણને વિચાર કરી કુમારે કહ્યું. “પિતાજી! આપની આજ્ઞાને હું સ્વીકાર કરું છું, પણ મારા જેવા કાયર પુરૂષે રાજ્યભાર ઉપાડવા સમર્થ થતા નથી છતાં આપને આદેશ મારે પ્રમાણ છે.”
કુમારની વાણી સાંભળી. “શું વિનયવાન છે. તારા, જેવા પુત્રોથી રાજાઓના યશ ઉજ્વલ છે.” એમ બોલતા રાજાએ કુમારના મસ્તક ઉપર પોતાનો હાથ મુકી સત્કાર કરી તેની પ્રશંસા કરી
તે પછી સારા મુહૂર્ત રાજાએ પૃથ્વીચંદ્ર કુમારને. રાજ્યાભિષેક કર્યો. તે નિમિત્તે રાજાએ માટે મહત્સવ આરંભ્યો, આખાય નગરમાં આનંદ આનંદ પ્રવતી રહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com