________________
* * -
*
-
-
-
-
-
---
એકવીશ ભવને સ્નેહસંબંધ
મને પણ ગઈ રાત્રીએ સ્વમ આવ્યું કે આપે રાજીખુશી કુમારને મોટા મહોત્સવ પૂર્વક રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો, ત્યારે તે દેવતાની માફક ત્યાંથી ઉડી પ્રાસાદના આ ભાગ ઉપર બેઠો ત્યારે આપે પોતાના હાથે તેને ત્યાંથી પાછા સિંહાસન પર બેસાડે ને હું જાગ્રત થઈ.”
પટ્ટરાણીનાં વચન સાંભળી રાજા વિચારમાં પડે. મોટા ઉદયને સુચવનારું આ સ્વમ છે તે હવે મારે વિચાર અમલમાં મુકવા દે. એટલામાં પ્રાત:કાલ થવાથી પિતાના ચરણમાં નમવાને કુમાર પૃથ્વીચંદ્ર આવ્યું, પિતાએ આસન આપી તે ઉપર બેસાડે. આસ્તેથી રાએ કુમારને સજાવવા માંડયો.
“રાજકુમાર ! જેને ઘેર તારા જેવા ગુણવંત કુમાર છે એવા અમને ધન્ય છે. ઉદુમ્બરના પુષ્પની માફક દુર્લભ એવા તને અમે મોટા પુણ્યથી-પ્રેમથી જોઈએ છીએ. હે પુ! તને જોઇને અમે રેજને રેજ ખુબ ખુશી થઈએ છીએ કે જેવી રીતે શશીને જોઈ સાગર હરખાય છે.
હે નંદન! તું અમારી એક અભિલાષા પૂર્ણ કરે કે જેથી અમારા આનંદને પાર ન રહે. કે જે અભિલાષા પૂર્ણ થવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. સજાની વાણી સાંભળી રાજકુમાર પિતાના વદન તરફ જોતો મનમાં વિચાર કરી રહ્યો હતો. પિતાની શી અભિલાષા હશે, શું મજમુગુટની?” - કુમારને વિચારવંત જાણી રાજાએ આગળ ચલાવ્યું કુમાર! જો વેત છત્ર, ચામર આદિ સમૃદ્ધિથી વિભૂષિત ગજરાજ ઉપર આરૂઢ થયે છતે સકલ સેનાથી પરેલ, તરૂણીવર્સની સાથે રાજમાર્ગ વિહાર કરતે વન્યારે હું તને જઇશ ત્યારે મારા આત્માને હું ધન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com