________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૮૭
રત્ન જે રામ હતો, બાંધવાએ સમજાવવા છતાં કેશવ સમજે નહિ તેમ બાંધવ સમાન સાધમિકની શિખામણ છતાં જીવ સમજતો નથી. કેશવે બધું ઘર ખોદી નાખ્યું. તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદા રૂપી મકાન ખોદી નાખે તે કેશવની માફક બેઆબરૂ થઈ લેકે વડે નિંદાય છે. ને કપિલાની માફક કર્મપરિણતિથી છવની કાંઈ ઓછી હીલના થતી નથી.
વિષયના પાપથી જીવ અનેક દુઃખોને ભોક્તા થાય છે, એવાં નિર્વિવેકી જનનાં ચારિત્ર જોઈ કેના ચિત્તને વૈરાગ્ય થતું નથી ?” પૃથ્વીચંદકુમારની વાણી સાંભળી સંસારની અસારતા ચિંતવતી સંવેગના રંગે રંગાયેલી એ લલનાઓ બેલી, “હે સ્વામી ! તમે કહ્યું તે બધું સત્ય છે. સંસાર બધો એજ છે. સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચુ જીવ પિતાને ભૂલી ગયો છે પણ હવે એને ત્યાગ શી રીતે કરવો ?
તમે સદગુરૂને આરાધી ધર્મસેવન કરો. ગુરૂ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાગી હોય, મેક્ષના ઉદ્યમી હોય.” કુમારે કહ્યું.
“હે પ્રભે! અમને સબોધ આપી વૈરાગ્ય પમાડના તમેજ અમારા ગુરૂ છો અમે તમારી ગૃહિણી શબ્દથી કૃતાર્થ થઈ હવે અમારી ભેગ તૃષ્ણા આપના ઉપદેશથી નાશ પામી છે. તે અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરે, હે આર્યપુત્ર! તમારે પણ અગ્નિથી પ્રદીપ્ત એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તે તમને અમે વિશેષ શું કહીયે? તમે તો તત્વના જાણકારી છે. સ્ત્રીઓનાં એ પ્રમાણેનાં વચન સાંભળી હર્ષિત થયેલ કુમાર બેલ્યો, . ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com