________________
૪૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કામિનીના અધણને કામીજને અમૃત સમાન ગણે છે. તેમજ વિષયના લાલચુજન કામિનીના હાડકાના દાંતને દાડમની કળી સમાન કહ્યું છે. માંસને લોચા સમાન સ્ત્રીના સ્તનને લધુ એવા સુવર્ણકલશની ઉપમા આપે છે. હાડ, ચરબી અને માંસ યુક્ત ભૂજાઓને કમલદંડની ઉપમા આપે છે. હાડ, માંસયુક્ત સ્થલ જંઘાને વિષયના લાલચુ કેળના સ્થંભ સમાન ગણે છે. અલંકારથી વિભૂષિત એવા કામિનીના દેહને કામુકજને સુરસુંદરીદેવીની ઉપમાથી નવાજે છે. જ્ઞાનીને મન જે નારી નરા વૈરાગ્યના કારણભૂત છે, તે નારીને કામીજન જુદી જુદી દષ્ટિથી નિહાળે છે. પૃથ્વીચંદ્રકુમારે કેશવ બટુકને ઉપનય જીવ સાથે સરખાવી બતાવ્યો,
કુમારને ઉપદેશ સાંભળી એ રૂપવતીઓના રૂપમદનો નીશે ઓસરી ગ. વૈરાગ્યના રંગને ધારણ કરનારી એ રમણીઓ વિચારવા લાગી, “અહો! કુમારની વાણી સત્ય છે. અમારા સરખી સ્ત્રીઓના અંગની શું લાલિત્ય છે? જેવું અમારું અંગ હાડ માંસ અને રૂધિરથી વ્યાપ્ત છે તેવું પુરૂષનું પણ! છતાંય આર્યપુત્ર સ્ત્રીઓના જ અંગની નિંદા કેમ કરે છે ? - પિતાની સ્ત્રીઓને ગહન વિચારમાં પડેલી જાણી કુમાર બે પુરૂષ જેમ સ્ત્રીઓના અંગોપાંગને જોઈ મેહ પામી જાય છે તેવી રીતે સ્ત્રીઓ પણ પુરૂષના મનેહર અવય જોઈ આસક્ત થાય છે. છતાં એમાંય રૂતુધર્મ, દુ:ખે કરી ગર્ભધારણ, દુ:ખે કરી પ્રસુતિ, અને કામની અતિ આસક્તિથી સ્ત્રીઓ અધિક નિંદાને પાત્ર છે. મહઘેલો જીવ શરીરરૂપી ઘરમાં અસદ એવા વિષયસુખને જોઈ રાચે છે કે કેશવ જેમ પોતાના ઘરમાં અસદુ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com