________________
-
૪૮૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મકાનમાં આખું ભૂમિગ્રહ રોથી ભરેલું છતાં હું પરદેશમાં નાહક કલેશ ભોગવું છું માટે હવે તે ઘેર જઈ એ રત્નને બહાર કાઢી હું હવે સુખી થાઉ. એ પ્રમાણે વિચાર કરતો ને મનમાં મોટામોટા હવાઈ મહેલ બાંધતો ઘેર આવ્યો - કેશવનું હસમુખુ વદન જોઈ કપિલાએ વિચાર કર્યો, નક્કી આ ઘણું સ્વર્ણ લઇ આવ્યું છે.” કપિલાએ પણ સ્નાન વિલેપનથી એને સારી રીતે સત્કાર કર્યો, જ્યારે એની પાસે કોઈ જોવામાં આવ્યું નહિ ત્યારે આક્રોશ કરતી બ્રાહ્મણ બોલી. “અરે! કયારનાય આવ્યા છે તે શું લાવ્યા છો મને બતાવે તો ખરા ?
કપિલાનાં વચન સાંભળી શાંતિથી કેશવ બોલ્યા ધીરી થા! ધીરી થા ! તારૂં મુખ હું ઉજ્વલ કરીશ, સ્વજિન, કુટુંબમાં તને શિરોમણિ બનાવીશ! પહેલાં વણી
ની દુકાનેથી ઉધારે ગોળ ઘી વગેરે લાવી સારી રસવતી કરી આવતી કાલે આપણા સ્વજનેને જમાડી તેમની સમક્ષ કઈક ચમત્કારપૂર્વક હું મારી સમૃદ્ધિ પ્રગટ કરીશ
કેશવની વાણીથી ચમકેલી કપિલા બોલી. “પણ એ દ્રવ્ય ક્યાં છે? પ્રથમ મને એ દ્રવ્ય બતાવો? એ ધન જોઈ શાંતિથી હું બધું તમારા કહેવા પ્રમાણે કરે! પિતાની સ્ત્રીને વિશ્વાસ પમાડતો કેશવ ફરીથી બે, - “અત્યારે એ દ્રવ્ય વ્યવસ્થિત પડેલું છે સ્વજનોની સાક્ષીએ હું તેને પ્રગટ કરીશ, તો હે પ્રિયે! જે તને લક્ષ્મીની ઈચ્છા હોય તો મારા વચન ઉપર વિશ્વાસ રાખ.”
કેશવના વચનમાં વિશ્વાસ ધારણ કરતી કપિલાએ સ્વજનેને આમંત્રણ આપી ભેજન માટે નેતર્યા. ઉધાર માલ લાવી સર્વને ભોજન કરાવ્યું, કેમાં ખ્યાતિ પ્રચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com