________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૪૭૭
કહ્યું, “કુમાર ! બન્ને મહારાજાઓ તરફથી તારે માટે આવેલી આ સોળ કન્યાઓ સાથે તું વિવાહ કરી એમની સાથે તારી યુવાની સફલ કર. અમને પણ આ મોટી ચિંતામાંથી તું મુક્ત કર ” લગ્ન કરવાની ખાસ ઈચ્છા ન છતાં પિતાનું વચન કુમારે માન્ય કર્યું જેથી રાજાએ સારૂં મુહૂર્ત જોઈ એ સોળે કન્યાએ કુમાર સાથે પરણાવી.
મેટા મહોત્સવ પૂર્વક વિવાહ થતો જોઈ પૃથ્વીચંદ્ર મનમાં વિચાર કરવા લાગે. “અરે! જગતના મહઘેલા માનવીની પ્રવૃત્તિ તો જુઓ! મોહલાઓ કેટલી બધી કદર્શન પામે છે. છતાં પણ એ કદર્થનાનું તેમને જરાય ભાન થતું નથી. આ હાડ માંસ અને રૂધિર ભરેલા શરીરને બહારથી કેવું મનહર બનાવે છે, શણગારે છે, છતાં પણ સ્વભાવથી અસુંદર એવો આ દેહ કાંઈ સુંદર થતો નથી. જે માલા, વસ્ત્રાલંકારાદિક સુંદર પદાર્થો દેખાય છે તે પણ મલમૂત્રથી ભરેલા આ દેહના સંસર્ગથી ઉલટા, મલીન અને અશુચિમય થઈ જાય છે.
આ અસાર સંસારમાં કેણ કેનો પુત્ર છે? કઈ કઈને બંધુ નથી. સ્વામી શું કે સેવક શું ? એ બધા ક્ષણીક ભાવો છે. જેને માટે લેકે આનંદિત થયા છતા રમે છે, એ માતાપિતાને સ્નેહ પણ ક્ષણીક છે. સ્નેહથી મુંઝાયેલાં મારાં માતા પિતા અત્યારે મારે માટે કેટલું બધું કરી રહ્યા છે? અરે આ સ્ત્રીઓ પણ મૂર્ણ છે કે પોતાના માતાપિતાને ત્યાગ કરી મારે માટે અહીયાં આવી, તે જ્ઞાનીજનેએ તો આવા મોહમાં રમવું ચોગ્ય નથી. છતાં પણ જે હું આ બાલાઓની સાથે વિવાહ કરવાની ના પાડે તો મારા માતાપિતા કેટલાં બધાં દુ:ખી થાય, દૂરથી આવેલી આ બાળાઓ પણ મારા વિયોગે દુ:ખી દુખી થઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com