________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૪૭૫
ભોગાની જેમ દેવતાની માફક સુખ ભોગવતે પિતાને કાળ સુખમાં નિર્ગમન કરતે હતે.
અન્યદા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી કુસુમાયુધ રાજાને જીવ ચ્યવી પદ્માવતીના ઉદરમાં ઉત્પન્ન થયે તે સમયે રાત્રીના પાછળના પ્રહરે દેવીએ સુર અને દેવીથી ભરેલું મહાવિમાન સ્વમામાં જોયું.
સ્વમ જોઈ જાગૃત થયેલી રાણીએ રાજા આગળ સ્વપ્નની વાત નિવેદન કરતાં રાજાએ કહ્યું. “તમારે મનહર પુત્ર થશે.”
રાજાના વચનથી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરતી સમય નિર્ગમન કરતી હતી. નવમાસ વ્યતીત થયા ત્યારે પટ્ટરાણીએ મનહર કાંતિને ધારણ કરનારા પુત્રને જન્મ આપ્યો.
રાજાએ પુત્ર જન્મને મેટ વર્થાપન મહત્સવ કર્યો. સગાંકુંટબાદિકની સંમતિથી કુમારનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર,
પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૃથ્વીચંદ્ર કલાઓને પારંગામી થઈ અનુક્રમે યૌવનવયમાં આવ્યો, નવીન યૌવનના ભાગ્યોદયવાળો હોવા છતાં કુમાર વયને ઉચિત કીડા કરતો નહિ. હાસ્ય કે વિલાસ પણ કરતો નહિ, વીતરાગની માફક પ્રશાંત મનવાળે તે આયુધ રમવાને પણ અભ્યાસ કરતો નહિ કે ગજ અથવા અશ્વ પર સ્વારી પણ ક્રીડાની ખાતર કરતો નહી, કેવલ વ્યવહારની ખાતરજ સ્નાન, અલંકાર કે માલાને ધારણ કરતા હતા તેમજ અન, ચૈત્ય, સાધુ, સાધર્મિક ને માતાપિતામાં તે ભક્તિવાળે હતો,
રાજકુમાર પૃથ્વીચંદ્રની વિરક્તાવસ્થા જોઈ રાજા વિચારમાં પડ્યો “આ વૈરાગી રાજકુમારને ભેગાસક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com