________________
૪૭૪
પરિચ્છેદ ૧૧ મા પૃથ્વીચદ્ર અને ગુણસાગર.
==
૧
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
એકવીશમા ભવમાં
वर्धमानजिनो जीयाद्, वर्धमानगुणान्वितः । वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
ભાવા-અનેક ગુણેાવડે વૃદ્ધિ પામેલા-ભરેલા તેમજ પાપને નાશ કરનારૂ' જેમનું શાસન વ માન કાલમાં જયવંતુ વર્તે છે એવા શ્રી વર્ધમાન સ્વામી જયવતા વર્તા, જય પામા !
આ જંબુદ્રીપના દક્ષિણા ભરતના મધ્ય ખંડમાં રમણીય કૈાશલ નામે દેશ આવેલા છે. લક્ષ્મીને ક્રીડા કરવાનું સ્થાન એવા એ મનેાહર દેશમાં સ્વર્ગીપુરીની શાભાના પણ તિરસ્કાર કરે એવી શત્રુઓથી અછત અયોધ્યાનગરી આવેલી છે જેની રચના પ્રથમ જીનેશ્વરના રાજ્યકાળે હિરના વચનથી દેવતાઓએ કરેલી છે. એવી અજીત અચેાધ્યા નગરીમાં સિંહસમાન પરાક્રમી હરિસિંહ નામે રાજા હતા. પ્રજાનુ. પિતાસમાન પાલનકરનારા, અર્થાજનાને ખુબ દાનથી સતાય આપનારા આશ્રિતાને કલ્પ રૂમ સરખા તે શત્રુઓનું નિકંદન કરનારા એ રાજા રાજ કરતે છતે પ્રજા સુખી અને સમૃદ્ધિવાન હતી.
આ રાજાને પદ્મ સમાન લેાચનવાળી, રૂપવાન અને ગુણવાન પદ્માવતી નામે પટ્ટરાણી હતી. રાજા દિવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com