________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૬૯
આ શા
.
જવાની તો વાત જ શી? જેઓ ભયંકર ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી તેવા મહામુનિને ધન્ય છે, - શુન્ય ગૃહને ભાગ લેતો અગ્નિ મુનિને પણ બાળવા લાધર્મધ્યાનમાંથી એ મહામુનિ શુકલ ધ્યાનમાં આવ્યા, શુકલ ધ્યાનને ધ્યાતા એ મુનિએ અગ્નિને ઉપસર્ગ સહન કર્યો પણ ધ્યાન કે ચિત્તની સ્થિરતાને ત્યાગ કર્યો નહિ,
શુભ ભાવનામાં આસક્ત એ મુનિ અગ્નિને ઉપસર્ગ સહન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ એવા દેવ થયા.
પ્રાત:કાલે એ મહામુનિને અગ્નિથી દગ્ધ થયેલા જોઈ ગામ લોકે હાહાકાર કરવા લાગ્યા. પોતાના દુઃખને ભૂલી જઇ શેક કરવા લાગ્યા. “અરે! આ મહામુનિને કેઈએ ઘરમાંથી કાઢયા નહિ, આ ઘોર મુનિહત્યાના પાપથી આપણે બધા કલંકિત થયા. એ પ્રમાણે શેક કરતા તેમણે મુનિની ઉચિત ક્રિયા કરી, તે પછી ધીરે ધીરે શિકને ભૂલી જતા પિતપોતાના કાર્યમાં તેઓ પ્રવર્યા કારણ કે ગમે તે શક પણ કાલે કરીને ભૂલી જવાય છે,
એ સમયે શ્રી સુંદરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી આસન્ન રહેલા દેવતાઓ તેમની પૂજા કરવા લાગ્યા, ને શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં દેવતાએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસી દેશના દેવા લાગ્યા દેશના સમાપ્ત થયે સમય એલવી કુસુમકેતુમુનિ ઉત્સુક્તાથી બોલ્યા, “હે ભગવન! અત્યારે કુસુમાયુધમુનિ કયાં વિચરતા હશે?
કેવલી ભગવાને કુસુમાયુધ મુનિને વૃત્તાંત જ્ઞાનથી જાણી તેમની પ્રશંસા કરતાં કહ્યું, “તે કુસુમાયુધ યુનિના જીવિતને ધન્ય છે કે જે મહર્ષિએ અગ્નિનો ઉપસર્ગ સહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com