________________
૪૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિરક્ત થયેલા અને સસારભાવથી ઉદાસ વૃત્તિવાળા તે બન્ને મહામુનિ ત્યારથી સ્નેહુબ ધન તેાડવા પૃથગ્ પ્રુથક્ વિહાર કરવા લાગ્યા. ને સ્નેહ ધનને તાડવાના
પ્રયત્ન કરવા લાગ્યા.
મહાસત્વ સુમાયુધ મુનિરાજ પણ ગુરૂની વાણી સાંભળી એકાકી વિહાર કરવા લાગ્યા, તેઓ પ્રતિમા ધારણ કરી પેાતાના સયમ નિર્વાહ કરવા લાગ્યા. ભીષણ શ્મશાનમાં કે શૂન્ય ખરમાં, પર્યંત ઉપર કે વૃક્ષની નીચે સિંહ અને વ્યાઘ્રના ભયથી રહિત થઇ પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં રહેવા લાગ્યા જે જગ્યાએ સૂર્ય અસ્ત થતા તે જગ્યાએ જ કાયાને વેાસિરાવી કાઉસગ્ગ ધ્યાને રહેતા. નાના કે મોટા કોઈ પણ ભયની તે પરવાહ કરતા નહિ, તને પારણે ગમે તેવા નિરસ આહાર મલતા તા પણ તેઓ રાગદ્વેષ ધારણ ન કરતાં સમભાવે આહાર કરતા.
શમ, સંવેગ અને નિવેદ વડે કષાયાના નાશ કરતા એ મહામુનિ ધ્યાનરૂપી અગ્નિવડે કર્માને નિરંતર બળવા લાગ્યા. મેરૂની માફક ધ્યાનમાં સ્થિર રહેલા તે નાના મેટા કાર્પણ ઉપદ્રવ થી પણ ચલાયમાન થતા નહિ,
એકાકીપણે ગુરૂઆજ્ઞાએ વિહાર કરતા એ મહામુનિ સુમાત્ર એક દિવસે સુભૌમ નામના ગામે આવ્યા, તે ગામના એક શન્ય ગૃહમાં રાત્રીને સમયે પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં સ્થિર રહ્યા.
મધ્યરાત્રીને સમયે કાઇક પ્રમાદીએ એ ગામમાં કાઈના મકાનમાં અગ્નિ મુકયા. તે અગ્નિ ગામને ખાળતા અનુક્રમે ધર્મધ્યાનમાં સ્થિર રહેલા મુનિવાળા ગૃહને પણ બાળવા લાગ્યા. એ અગ્નિના ઉપસગ માંય મુનિ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તા પછી ધ્યાન છેડી પલાયન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com