________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
४६७
અને સરસવને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના વિશે મજીઠ ને કેટલી પીડા ભેગવવી પડે છે ? માટે હે સાધુ! ભારે કમી એવા ધર્મરહિત છના સ્નેહની વાત તે દૂર રહો પણ આસન્નસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કૈવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્ત્રી અને પુત્રાદિક જે મિત્રગણ તેમજ જે શત્રુસમુદાય એ એકએકની સાથે અનંતીવાર શમિત્રના સંબંધે ભેગા થયા. ભુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું ભક્ષણ થયું. કેટલાકને રેષથી મારી નાખ્યા, સ્નેહથી કેટલાકનું પાલન કર્યુંમાટે સંસારનું સ્વરૂપ જાણનાર છોએ રાગ અને રેષ કરે યુક્ત નથી.” ગુરૂની શિખામણ સાંભળીને તે બન્ને મુનિઓ બોલ્યા.
હે ભગવન ! સંસારના સર્વે સંબંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાધના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસને સ્નેહ જતો નથી એનું કારણ શું? તે આપ કહે.” *
બન્ને મુનિઓની વાણુ સાંભળી ગુરૂએ તેમને પરભવને સંબંધ મૂળથી અત્યાર સુધીને કહી સંભળાવી કહ્યું. “તમે જન્મેજ સ્નેહને ખુબ પાપેલો છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુલ્યાજ્ય છે છતાં તમારા જેવાએ એ બંધન તે તોડવાં જ જોઈએ. મેક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ નેહબંધન તમારી ભવપરંપરા વધારશે, માટે તમારે એને ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરે જોઈએ.”
ગુરૂના મુખથી પિતાના પૂર્વભવો જાણી બને મુનિ એને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરૂના કહ્યા પ્રમાણે પોતાના પૂર્વભવ જેવા, જેથી મનમાં અધિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com