________________
એકવીશ ભવને સનેહસંબંધ
૪૬૫
સુગમ નથી. ચપળચિત્તવાળી યુવતીને વિશ્વાસ છે? કાલે ઉઠીને વિચારે ફરી જાય, માટે અત્યારે તો રાજ્યનું પાલન કરી વિલાસ કર, સમય આવે ત્યારે તું પણ મારી જેમ દીક્ષા ગ્રહણ કરજે.” રાજાએ રાજકુમારને સમજ વવા માંડ્યો.
પિતાનાં વચન સાંભળવા છતાં પણ દીક્ષા લેવાની દૂઢ ભાવનાવાળા કુસુમકેતુ બોલ્યો. “પિતાજી! મંદ મંદ ગતિએ ગમન કરનારા તારાઓ પણ મા તારાઓને આશ્રય પામી આકાશ પાર કરે છે. શૂરવીરની નિશ્રાએ રહેલા કાતરપુરૂષે પણ શું યુદ્ધ કરતા નથી? સાર્થવાહના સાથમાં રહેલા નિ:સત્વ પુરૂષે પણ મહા અરણ્યને પાર પામી જાય છે. તેવી રીતે હે તાત! આપને આશ્રય લઇને દુર્ગમ એવા શીલરૂપી શૈલ ઉપર હું ચઢી જઈશ. પૃથ્વી
પી ઉદ્યાનમાં ભમી રહેલા મનરૂપી વાંદરાને યોગીઓ જ્ઞાનરૂપી શૃંખલાથી બાંધી શું સ્થિર નથી કરતા?
કુસુમકેતુની સંયમની ભાવના જાણુ કુસુમાયુધ રાજાએ દેવસેનકુમારનો રાજ્યાભિષેક કર્યો. અઠ્ઠાઈ ઉત્સવ તેમજ મોટીમોટી જીનપૂજાઓ રચાવી, દીન, અનાથ અને રંકજને પુષ્કળ દાન આપી તેમનાં દારિદ્રય દૂર કર્યા શાસનની પ્રભાવના કરી. એ વૈરાગ્યરગવાળા રાજાએ કુસુમકેતુ તેમજ પાંચસો પુરૂની સાથે, બત્રીસ રાણીઓ તેમજ પુત્રીઓની સાથે, દેવસેન રાજાએ મહેસૂવ કરેલો છે એવા તેની સાથે મહા આડંબરપૂર્વક સૂરીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી,
કુસુમાયુધ અને કુસુમકેતુ વૈરાગ્યરંગથી રંગાયેલા તે હતા જ ભાભવના ચારિત્ર પાલવાના અભ્યાસી હેવાથી આ ભવમાં પણ એમને અભ્યાસ વૃદ્ધિ પામવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com