________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
४६३
હે રાજન! ચિરકાલ પર્યંત ભોગાને ભેગવ્યા. જગત પર અશ્વર્ય ભગવ્યું તો હવે એ રાજ્ય અને ભેગેને ત્યાગ કરી તારે વ્રતને વિષે યત્ન કરવા જોઈએ. સુંદરચાર્યને ઉપદેશ સાંભળી કુસુમાયુધરાજા મનમાં વિચાર કરવા લાગે.
“અહો! આ પૂજ્ય મને એકાંતે હિત કરનાર છે. અથવા તે પરોપકાર વતવાળા સજ્જન પુરૂ જગતમાં આવાજ હેાય છે. વરસાદ પોપકાર માટે વરસે છે. સૂર્ય પરોપકાર માટે અંધકારને હરે છે. ચંદ્રમા પરોપકાર માટે અમૃતને ઝરે છે.
માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, સ્વામી, ભૂલે, હાથી, ઘોડા, રથ જરઝવેરાતાદિ ભવસાગરમાં ડુબતા જીવને રક્ષણ કરવા માટે કઈ સમર્થ નથી, ફક્ત એક ગુરૂજ ધર્મ પમાડવાવડે કરીને આત્માને દુર્ગતિ ગમન કરતાં અટકાવે છે. તેમાંય આ ગુરૂ તો મારે વિશેષ ઉપકારી થયા છે બાલપણામાં જેમણે પિતાનું મેટું રાજ્ય મને આપી દીધુ અત્યારે મુક્તિના રાજ્યને અપાવવા તૈયાર થયા છે. આવા ઉપકારીને મેલાપ છતાં મને ધિક્કાર છે કે આ વિષયોમાં આસક્ત થઈ પિતાએ આચરેલા માર્ગને હું અંગીકાર કરતો નથી. પ્રિયાના મેહબંધન અને રાજ્ય બંધનથી બંધાયેલા મારા સરખા મેહાંધ પુરૂષને મૃગલાની માફક પાશમાં બંધાવાની હવે શી વાર છે? હજી પણ જે જાગૃત નહી થાઉ તે આ ભવસાગરમાં મનુષ્ય જન્મ પામ્યા છતાં નક્કી હું હારી જઈશ ( વિચાર કરી રાજા ગુરૂને હાથ જોડી બોલ્યો, “આ અસાર સંસારમાં ભાગ્યાને મળેલો આપને ઉપદેશ સાંભળી મને મનુષ્ય ભવની કિંમત સમજાઈ ગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com