________________
-
-
४६०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. અંગોપાંગમાં યુવાનીના હાવભાવ પણ જણાતા નથી, સ્ત્રીઓ તરફ નજર સરખીય કરતા નથી વિષ તરફ વૈરાગ્યવૃત્તિવાળે આ કુમાર કેવળ યોગીની માફક શાસ્ત્રના વાંચનમાં જ પ્રીતિવાળો છે જેથી તેની ચિત્તની વૃત્તિઓ કેવી છે તે તો અમેય જાણતા નથી છતાં વડીલની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી કદાચ અમારી આજ્ઞાથી કુમાર તમારા નગર તરફ આવશે ખરે.' - કુસુમાયુધ મંત્રીને સમજાવતા હતા તે દરમિયાન પ્રતિહારીથી આજ્ઞા કરાયેલો સાકેતપુર નગરના રાજાને સુગુપ્ત નામે દૂત રાજસભામાં પ્રવેશ કરીને બોલ્યો, “દેવ! અમારા રાજા રવિસેન નરપતિને આઠ સુંદર કન્યાઓ છે. નરિણી એવી તે કન્યાઓએ અનેક રાજકુમારોનાં ચિત્રપટ જોયા છતાં તે રંજીત થઈ નહિ પણ રાજકુમાર કુસુમકેતુનું ચિત્રપટ જતાં બધીય રાગપીડિત થઈ આકુળ વ્યાકુળ થઈ ગઈ. જેથી રવિસેન રાજાએ મને આપની પાસે મોકલ્યો છે કે હે સ્વામી! કૃપા કરી રાજકુમારને અમારા નગર તરફ મોકલે.” સુગુપ્તનામા મંત્રીને રાજા કુસુમાયુધ કંઈ પણ જવાબ આપે તે દરમિયાન વન્સ દેશના અધિપતિએ મોકલેલ સુભણિત નામે દૂત રાજાને નમી હાથ જોડી બોલ્યો,
દેવ! જ્ય/ગ રાજાએ આપને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે પિતાને રૂપવાન અને ગુણવાન સેળ કન્યાઓ છે તેમના પતિ માટે એક દિવસે નિમિત્તકને પૂછતાં કહેલું કે આ કન્યાઓને પતિ કુસુમકેતુ થશે. જેથી રાજાએ કહ્યું છે કે કૃપા કરી કુસુમકેતુ રાજકુમારને આ તરફ મોકલે !
ત્રણે દૂતની વાણી સાંભળી રાજા કુસુમાયુધ વિચારમાં પડી ગય કુમારને હવે ક્યાં મોકલ. કારણકે એકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com