________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૪૫૯
એ કુમારની કીર્તિગાથાઓ જગતના ખુણે ખુણે ફરી વળી, પુષ્પની સુવાસની માફક એની યશ રૂપી સુવાસ દુનિયાપર ચારેકાર પ્રસરી રહી.
અન્યદા રાજસભામાં બીરાજેલા કુસુમાયુધ નપ તિની આગળ મથુરા નગરીમાં રાજા મહાકીત્તિના મત્રી વિનતિ કરવા લાગ્યા.
હું નરેશ્વર ! અમારા સ્વામીને મનેારમાદિક આ કન્યાએ છે તે પેાતાના રૂપ, ગુણુ અને કળાથી ઉદ્ધત થયેલી કોઇપણ કુમારને ઈચ્છતી નથી. એકદા રાજાની આગળ તમારા કુમારની પ્રશંસા થતી તેમણે સાંભળી.
એ વન સાંભળી પ્રસન્ન થયેલા રાજા મહાકીર્ત્તિ એ કવિને કહેવા લાગ્યા અહે। તમે જેની આટલી બધી પ્રશંસા કરી તે કાણ છે?”
રાજાના પ્રશ્નના જવાબમાં કવિ મેલ્યા “પ્રભા !: મહારાજ કુસુમાયુધ નરેશ્વરના કુળરૂપી આકાશમડલમાં ચંદ્રમા સરખા સકલકલાના પારગામી કુસુમકેતુ નામે રાજ-કુમાર જેનાં વન અનેક કિન્નર કિન્નરીઓ સ્વમુખે ગાયા કરે છે” એ કવિની વાણી સાંભળી એ આઠે રાજકુમા રીઓ કુમાર કુસુમકેતુ ઉપર રાગવાની થઇ.
રાજાએ પુત્રીઓના અભિપ્રાય જાણી પાતાના મહા મંત્રી મહાબુદ્ધિનામા, તેને બધી મામત સમજાવી આપની પાસે માકલ્યા છે, જે હું આપને અરજ કરૂ છું કે રાજ-કુમાર કુસુમકેતુને આપ મારી સાથે માકલા. છ
મહાબુદ્ધિ મંત્રીની વાત સાંભળી રાજા કુસુમાયુધ આલ્યા. હું મત્રીશ! તમારા રાજાએ કહ્યું તે બધું બરાઅર્ છે પણ આ રાજકુમાર યૌવનવયમાં આવેલા છતાં વિકારરહિત છે. હાસ્યથી વચન બેલવામાં પણ આળસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com