________________
૪૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર * ધર્મ આચરતાં અહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્રા દિક મહેન્સ કરવા લાગે
સંસારના ભેગો, ગીત, ગાન, નૃત્યાદિકમાં એટલી બધી પ્રીતિ તેને થતી નહિ. જેવી પ્રીતિ જીનેશ્વરના ધર્મ ઉપર રાજાને હતી. એના રાજ્યમાં સર્વે આબાલગોપાલ જીનેશ્વરના ધર્મને યથાશક્તિએ આચરનારા હતા એમની. આહવા જીનેશ્વરના ગુણની સ્તુતિ કરવામાં જ સાવધાન થતી પણ બીજી મલીન વાસનામાં પ્રીતિ ધરતી નહિ, - નિષ્કલંક એવા આ નરપતિ રૂપ અપૂર્વચંદ્ર ઉદય પામે છતે જગત ભરમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર નાશ. પામી ગયો હતો. એવા આ કુસુમાયુધ નરેશ્વરને રાજશેખર રાજાની સુલક્ષણવંતી સુરૂષા પુત્રી કુસુમાવલી, નામે પટ્ટરાણી હતી. રાજવૈભવ સાથે રમણીનાં સુખ ભોગવતા આ નરાજને ઘણો સમય ચાલ્યો ગયા છતાં.. જતા એવા સમયની તેમને ખબર પડી નહિ
, વિજય વિમાનનાં સુખને ભોગવતે જયસુંદરને જીવ આય પૂર્ણ થયે ત્યાંથી વી કુસુમાવલીના ઉદરમાં ઉત્પન્ન થયો તે સમયે નિશાના સામ્રાજ્યમાં પહદેવીએ સ્વપ્નામાં ધુમાડા વગરને અગ્નિ જોયે. જાગ્રત થયા પછી એ સ્વપ્ન રાજાને જણાવતાં રાજાએ કહ્યું “તમારે મનેહર પુત્ર થશે.” રાજાનાં વચન સાંભળી રાણી ગર્ભનું પાલન કરવા લાગી.
યથા સમયે પદવીએ મનહર અંગોપાંગવાલા પુત્રને જન્મ આપ્યો રાજાએ પુત્રને જન્મોત્સવ કરી મેટા, આડંબર પૂર્વક પુત્રનું નામ રાખ્યું કુસુમકેતુ
કુસુમકેતુ વૃદ્ધિ પામતે કલામાં પાવરધો થઈ અનુક્રમે નવીન રમણીય યૌવનમાં આવ્યો. યૌવન વયમાં આવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com