________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
४४७
હયાદિકની જરૂર હોય તે તમારે ધનભંડાર મોકલે એટલે ખરીદ કરી મોકલી.”
શાલમંત્રીની વાણું સાંભળી જાણે આ રાજ્ય સત્વ વગરનું હોય તેમ સામાન્ય મનુષ્યના જેમ કેપને ધારણ કરી દૂત બોલ્યો, “આવા મંત્રીઓથી જ કુસુમાયુધ ચિરકાલ પર્યત રાજ્ય કરશે શું ? દીર્ઘદશી મંત્રીઓથી રાજા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે, તમારા જેવાથી નહિ,
હે મંત્રી! પોતાનાથી બલવાનને કંઇક ઉપહાર આપી અથવા તે નમસ્કાર કરી પ્રસન્ન કરો, પણ અભિમાની વચને બોલી કોપાયમાન કરવાથી શું ફાયદો ? જે પ્રણામથી વશ થાય તેને કપાવવામાં ખરાબી જ થાય. કારણકે નખધ કાર્યને પરશુથી છેદવાને આરંભ ન કરે. આ રાજશેખર રાજા નમસ્કાર કરનારને કલ્પવૃક્ષ સમાન છે. ત્યારે અભિમાનીને તો યમ જેવો ભયંકર છે માટે એની સેવાને સ્વીકાર કરી તમે વૃદ્ધિ પામે. - “બહુ દોઢ ડાહ્યો છે કંઈ, નફટાઇની તે કંઈ હદ છે જે એને સ્વામી તે સેવક, જાણે કે એ રાજાની મહેરબાનીથી જ કુસુમાયુધ રાજ્ય કરતે હેય ને શું પણ રે મૂઢ! બાળ એવા આ કુસુમાયુધને વશ કરવા જતાં તારા સ્વામી કયાંય એનું રાજ્ય ના ગુમાવે, કારણકે બાલક એ પણ સિંહનો શિશુ કાંઈ ઢાંના ટેળાથી પરાભવ પામતા નથી.” શાલ મંત્રીએ ક્રોધથી ધુંવાપુવા થઇ દૂતને રાજસભામાંથી કાઢી મુકાવ્યો.
અપમાનની આગથી જલતા દૂતે અવંતીમાં આવી પિતાના સ્વામીની આગળ સર્વ હકીકત વિસ્તારથી કહી સંભળાવી બળતામાં ઘી હોમ્યું. રાજશેખર રાજાના શાંત હૃદયને ખુબ ડાળી-વલોવી નાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com